દેશભરના ઉર્જા મંત્રીઓની એક કોન્ફરન્સ 11મી અને 12મી ઓક્ટોબરે સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે યોજવામાં આવશે. આ કોન્ફરન્સમાં ઉર્જા અને પુનઃપ્રાપ્ય ઉર્જા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. કેન્દ્રના ઉર્જા મંત્રી આર.કે. સિંગ આ કોન્ફરન્સને ખુલ્લી મૂકશે. દેશભરમાં ઊર્જા ક્ષેત્રમાં થયેલી નવી કામગીરી અંગે માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવશે.
બે દિવસની રાષ્ટ્રીય કાન્ફરન્સમાં ઉર્જા ક્ષેત્રમાં દેશના જુદાં જુદાં રાજ્યમાં કરવામાં આવેલી કામગીરીની વિશેષતાઓ અંગે ચર્ચાવિચારણા કરવામાં આવશે. આ કાન્ફરન્સમાં તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશના ઉર્જા મંત્રીઓ, ઉર્જા સચિવો અને વીજ વિતરણ કંપનીઓના ચૅરમેન ઉપસિૃથત રહેશે. તેમાં અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાર્કની સ્થાપના અંગે પણ ચર્ચા થશે. સોલાર રૂફટોપ, સરહદી વિસ્તારોમાં રિન્યુએબલ એનર્જીના વિકાસ કાર્યક્રમો, ઇઝ ઑફ ડૂઈંગ બિઝનેસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રૃફટોપ, સરહદી વિસ્તારોમાં રિન્યુએબલ એનર્જીના વિકાસ કાર્યક્રમો, ઇઝ ઑફ ડૂઈંગ બિઝનેસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
છેલ્લા દસ વર્ષથી ગુજરાત વીજ ઉત્પાદનના ક્ષેત્રમાં મોખરાના રાજ્ય તરીકે રહ્યું છે. ગુજરાતની જ્યોતિગ્રામ યોજનાનો પણ તમામ રાજ્યના પ્રતિનિધિઓને ખ્યાલ આપતું પ્રેર્ઝન્ટેશન રજૂ કરવામાં આવશે.