રાજ્યના મહિલા આયોગ દ્રારા આજે કવચ નામની એપ લોન્ચ કરવામાં આવી.કવચ પ્રોગામ દ્રારા ગુજરાતની મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત બનશે.શાળામાં અભ્યાસ કરતી દિકરીઓને બેડ ટચ અને ગુડ ટચ વિશેની જાણકારી આપવામાં આવશે સાથો સાથ આ એપ થકી દીકરીને આત્મસુરક્ષાની તાલીમ આપવામાં આવશે.
આ એપમાં જીલ્લા દીઠ એક સ્કૂલમાં એક ટ્રેનર શિક્ષકની તાલીમ આપવામાં આવશે કુલ 33 જિલ્લામાં 33 ટ્રેનરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ધોરણ 9થી 12ની દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે.
- મહિલા આયોગ દ્વારા કવચ નામની એપ લોન્ચ
- કવચ એપ થકી મહિલાઓ અને દિકરીઓ બનશે સુરક્ષિત
- દિકરીઓને બેડ ટચ અને ગુડ ટચની અપાશે જાણકારી
- ધો.૯થી ૧૨ની વિધ્યાર્થીનીઓને અપાશે સેલ્ફ ડિફેન્સ તાલીમ