જમ્મુ કાશ્મીરમાં પર્યટકોની અવરજવરને લઈને છેલ્લાં બે માસથી જોવા મળેલો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર વહિવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સુચનામાં લખ્યું છે કે પર્યટકોને દરેક સંભવિત મદદ આપવામાં આવશે. જો કે હજુ સુધી ખીણ પ્રદેશમાં ઈન્ટરનેટ સુવિધા શરૂ કરવામાં આવી નથી.
જમ્મુ કાશ્મીરમાંથી 5 ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા બાદ નેતાઓ, અલગતાવાદીઓ, કાર્યકર્તાઓ અને વકીલો સહિત હજારથી વધુ લોકોને નજરકેદમાં રાખવામાં આવ્યા છે. જેમાં રાજ્યના ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સામેલ છે.
લગભગ 250 લોકો જમ્મુ કાશ્મીરની બહારે જેલ મોકલવામાં આવ્યા છે. ફારૂખ અબ્દુલ્લાને બાદમાં લોક સુરક્ષા કાયદા અંતર્ગત પકડવામાં આવ્યા હતા જ્યારે અન્ય નેતાઓને સીઆરપીસી અંતર્ગત પકડવામાં આવ્યા હતા.