પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ત્રિપલ હત્યાકાંડ બાદ રાજ્યમાં વિવાદ વધી રહ્યો છે. આરએસએસે આ હત્યાકાંડના 36 કલાક બાદ દાવો કર્યો છે કે મૃત વ્યક્તિ બંધુપ્રકાશ પાલનો સંબંધ આરએસએસ સાથે હતો. એક દિવસ પહેલાં મુર્શિદાબાદમા એક જ પરિવારના ત્રણ લોકી હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં સ્કૂલના એક શિક્ષક, તેમની ગર્ભવતી પત્ની અને 8 વર્ષનો બાળક સામેલ છે.
કાઝીગંજ વિસ્તારમાં થયેલી હત્યાના 36 કલાક બાદ આરએસએસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આરએસએસનું કહેવું છે કે મૃતક બંધુપ્રકાશ પાલ સ્વયંસેવક હતો. ત્યારે આ ઘટનાના હત્યારાઓને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. તો આ મુદ્દે ભાજપના નેતાઓએ પણ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે.
- પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આરએસએસના કાર્યકર્તાની હત્યા
- ૩૬ કલાક બાદ આરએસએસનો દાવો
- ત્રણ દિવસ પહેલાં મુર્શિદાબાદમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરાઈ હતી
- પતી-પત્નિ અને ૮ વર્ષના બાળકની હત્યા કરાઈ હતી
- ભાજપના નેતાઓએ પોલીસ અને રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા