અમદાવાદની વૃષ્ટિ કોઠારી કેસમાં અભિનેત્રી સોહાઅલી ખાને ટ્વીટ કરીને પોલીસ મદદ માંગતા મામલો ગરમાયો હતો. વૃષ્ટી અને શિવમ કુલ્લુના કસોલ પાસેથી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળી આવ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમને કસોલથી સીધા અમદાવાદ એરપોર્ટ પર લઇને આવી હતી.
આજે વૃષ્ટી અને શિવમને લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ઍરપૉર્ટ પર પહોંચી ત્યારે શિવમના માતાપિતાએ તેમને બૂકે આપી સ્વાગત કર્યુ હતું. ઍરપૉર્ટ ખાતે મીડિયા સાથે વાત કરતા શિવમ પટેલે કહ્યું હતું કે અમે શાંતિની શોધમાં ગયા હતા. જોકે, બન્ને જણા હાલ સીધા ક્રાઇમ બ્રાન્ચ જવા માટે જ રવાના થયા છે. જો કે, વૃષ્ટિને લેવા માટે તેના માતાપિતા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા નહોતા. ઍરપૉર્ટ પર પરત આવેલી વૃષ્ટી જસુભાઈના ચહેરા પર આછું આછું સ્મિત જોવા મળ્યું હતું. જાણે કોઈ ઘટના જ ન ઘટી હોય તેમ તે હસતી જોવા મળી હતી.
છેલ્લા 11 દિવસથી પોતાનો વ્હાલસોયા પુત્ર શિવમને જોઈને તેની માતા ભાવુક થઈ ગઈ હતી. માતાએ 11 દિવસથી ગુમ થયેલા દીકરાને વહાલથી ભેટતાં ભાવુક દૃશ્યો સર્જયા હતા. તમને જણાવીએ કે, શિવમ પટેલે કોઈ સાધુ રાખે તેવો ભૂરાવાળનો માથે ચોટી બાંધેલી હતી. અગાઉ બંને મિત્રો સંસાર છોડવાની વાત કહી હતી. શિવમના દેખાવને જોતાં તે કોઈ અલગ અવસ્થામાં હોય તેવું જણાતું હતું. પુત્ર શિવમ માટે અમેરિકાથી પરત આવેલા માતા રાહ જોઈને ઍરપૉર્ટ પર ઉભા હતા. તેના માતાએ બૂકે આપી તેનું સ્વાગત કર્યુ હતું. પિતા પણ તેના પુત્રને જોઈને ખૂબ ખુશ થયા હતા અને ઍરપૉર્ટના પ્રાંગણમાં ભેટી પડ્યો હતો.
અમદાવાદ ઍરપૉર્ટ પર શિવમને લેવા માટે તેના માતાપિતા હાજર હતા. શિવમ પટેલે માથે અંબોડો બાંધેલો હતો અને શાલ ઓઢી હતી. અમદાવાદ એરપોર્ટ પર પત્રકારોએ હાઇપ્રોફાઇલ કેસના વૃષ્ટિ અને શિવમને અનેક સવાલો પૂછ્યા હતા. જોકે, શિવમ કે વૃષ્ટીએ પત્રકારનો સવાલના જવાબ આપ્યા નહોતા.
વૃષ્ટી અને શિવમ પટેલ હિમાચલના કસોલથી મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તેમને લેવા માટે રવાના થઈ હતી, અને બપોરે 2 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમને લઇને આવી હતી.