ગૂગલે (Google)આજનું ડૂડલ (Doodle)કામિની રાયની 155મી જયંતી પર બનાવ્યું છે. કામિની રાય ભારતના ઇતિહાસમાં ગ્રેજ્યુએટ થનારી પહેલી મહિલા હતી. જે દરેક મહિલાના અધિકારો માટે આગળ વધી. તે એક બંગાળી કવિ, શિક્ષાવિદ અને સામજિક કાર્યકર્તા (Social Worker) હતી. તેનો જન્મ 12 ઓક્ટોબર 1864એ બંગાળના બસંદા ગામમાં થયો હતો. જે હવે બાંગ્લાદેશના બારીસાલ જિલ્લામાં આવે છે.
કામિની બ્રિટિશ શાસનકાળ દરમિયાન 186માં ઓનર્સની ડિગ્રી હાંસલ કરી. એટલે આઝાદીથી પણ પહેલા ગ્રેજ્યુએટ થાનારા કામીની રોય પહેલા મહિલા First Graduate Lady of India) હતા. કામિનીએ બેથુન કોલેજ (Bethune College) કોલેજમાંથી સંસ્કૃતમાં બીએ ઓનર્સ કર્યું અને તે કોલેજમાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યું, ભારતમાં જે સમયે આઝાદી ન હતી અને કોઇ અધિકાર ન હતા તે સમયે કામિની રોય એટલે કોઇ ભારતીય મહિલાએ આટલી શિક્ષા પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો હતો. તેમણે શિક્ષાની આ રુચિને આગળ વધારી અને સમાજમાં શિક્ષિત થવા માટે મહિલાઓને પ્રેરિત કરી.
કામિની રોયનો જન્મ 12 ઓક્ટોબર 1864 માં બંગાળના બસંદા ગામમાં થયો હતો. તે બંગાળના એક પૈસાદાર પરિવારમાથી હતચા. તેમના પિતા ચંડી ચરણ સેન (Chandi Charan Sen) જજ અને લેખક, નિશીથચંદ્ર સેન (Chandi Charan Sen) તેમના ભાઈ કોલકતા હાઈ કોર્ટમાં એક બેરિસ્ટર હતા અને બહેન જૈમિન (Jamini) નેપાળના શાહીપરિવારમાં ડોક્ટર હતા. તેમણે 1894 કેદાર નાથ રોયે (Kedarnath Roy) થી લગ્ન કર્યા. વર્ષ 1905 માં પતિના નિધનત પછી કામિની રોય તેમનું સંપૂર્ણ જીવન મહિલાઓને શિક્ષત કરી તેમના અધિકાર અપાવવામાં પસાર કર્યો. તે ઇચ્છતા હતા કે દરેક મહિલાઓને સમાજમાં એક સરખો અધિકાર મળે.
તે એક બંગાળી કવિયિત્રી હતા. તે કવિ રવિન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore )થી ખૂબ પ્રભાવિત હતા. તેમણે તેમના જીવનમાં ઘણી રચનાઓ લખી. પહેલા તેમણે ગણિત ખૂબ પસંદ હતું. પરંતુ બાદમાં સંસ્કૃત તરફ તેમની રુચિ વધી. કામિની રોયએ 1889માં છંદનો પહેલો સંગ્રહ આલો છૈયા (Alo O Chhaya) અને તે બાદ બે પુસ્તક લખ્યા. તે 1930માં બાંગ્લા સાહિત્ય સંમેલનના અધ્યક્ષ હતા.
જણાવી દઇએ કે કામિની રોયે જ મહિલાઓને વોટનો અધિકાર અપાવવા માટે આંદોલન કર્યા અને 1926માં પહેલી વખત મહિલાઓને વોટ આપવાનો અધિકાર મળ્યો. પરંતુ વર્ષ 27 સપ્ટેમ્બર 1933માં કામિની રોયનું નિધન થઇ ગયું.