બહારની મોટી મોટી હોટેલ અને રેસ્ટોરામાં જીવડા, જીવાત વંદા મળવાની ઘટનાઓ વધારે જોવા મળી રહી છે. ત્યારે લોકો માટે એ સવાલ સર્જાયો છેકે ખાવું તો ખાવું શું. લોકો ઘરનું ભોજન બનાવીને જ ખાશે. પરંતુ ઘરે ભોજન બનાવવા માટે પણ સામગ્રી તો બહારથી જ લાવવી પડે. ત્યારે આ સામગ્રી પણ જીવડા જીવતાથી અછૂતી નથી રહી. વાત છે સુરતની જ્યાં એક શોપિંગ મોલમાં ગોળમાંથી ઇયળો અને જીવાતો મળી આવી. ગોળમાંથી ઇયળ અને જીવાતો મળી આવવાની ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જેમાં ઘણા બધા સીલબંધ ડબ્બામાં ઇયળ અને જીવાતો જોવા મળી છે. ત્યારે આ વીડિયો સુરતના કતારગામ વિસ્તારના ધીરજ સન્સ મોલનો હોવાની હાલમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ વીડિયો અંગે હજુ સુધી આરોગ્ય વિભાગ અજાણ છે અને એવું કહે છે કે હજુ સુધી આ અંગે કોઇ ફરિયાદ નથી મળી. ત્યારે અહીં ફૂડ અને આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.