નવી દિલ્હી : ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે કે જેણે સંયુક્ત રાષ્ટ્ર (UN) ની તમામ બાકી ચૂકવણી કરી છે. આ માહિતી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને આપી હતી. 11 ઓક્ટોબર સુધી યુએનના બાકી લેણાં ચૂકવનારા દેશોની સૂચિ શેર કરતા તેમણે લખ્યું, ‘ઓલ પેઇડ …’ આ યાદીમાં ભારતનું નામ શામેલ છે. સૈયદ અકબરુદ્દીને લખ્યું છે કે, 193 દેશોમાંથી અત્યાર સુધી (11 ઓક્ટોબર સુધી)માં ફક્ત 35 દેશોએ યુએનની સંપૂર્ણ બાકી ચૂકવણી કરી છે. સૈયદ અકબરુદ્દીને શેર કરેલી સૂચિ મુજબ, સંયુક્ત રાષ્ટ્રની બાકી લેણા દેશોમાં પડોશી ભુતાન, ઓસ્ટ્રેલિયા, જર્મની, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લલેન્ડ, સિંગાપોર, પોલેન્ડ અને ઇટાલીનો સમાવેશ થાય છે.
All paid.
Only 35 States of 193 have paid all dues to @UN as of today…. pic.twitter.com/FKJaWKp0ti
— Syed Akbaruddin (@AkbaruddinIndia) October 11, 2019
જોકે, આ સૂચિમાં પાડોશી દેશો પાકિસ્તાન અને ચીનનો કોઈ ઉલ્લેખ નથી. આપણે જણાવી દઈએ કે પાકિસ્તાન ઘણા લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તમામ મોરચે આનો ઉલ્લેખ કરી રહ્યા છે. વડા પ્રધાન બન્યા પછી તેમણે લક્ઝરી કારથી ભેંસ સુધીની હરાજી કરી હતી. વડા પ્રધાન ગૃહની 102 લક્ઝરી કારમાંથી 70 ની હરાજી કરવામાં આવી હતી. તે જ સમયે, ઇમરાન ખાન પૈસા બચાવવા કતાર એરવેઝની ફ્લાઇટમાં યુએસ પહોંચ્યા હતા અને હોટેલ પણ લીધી નહોતી, આ દરમિયાન તેઓ યુએસમાં પાકિસ્તાનના રાજદૂતના સત્તાવાર નિવાસમાં રોકાયા હતા.