રામોલમાં પીએસઆઇ ઉપર હુમલો કરનાર 3 બુટલેગરોએ ગુજરાતી ગાયિકાને ચપ્પાની અણીએ તેનું અપહરણ તેની જ ગાડીમાં લઇ ગયા હતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ.1 લાખની ખંડણી માંગી રૂ.10 હજાર પડાવી લીધા હતાં. જે પેટે ગાયિકાએ રૂ.10 હજાર આપતા તેને દસ્તાન સર્કલ પાસે છોડી દીધી હતી. આ ઘટના અંગે ગાયિકા ભૂમિ પંચાલે ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી છે.
પર્સમાંથી 10 હજાર લઈને છોડી દીધી
પરમેશ્વર પાર્કમાં રહેતી ભૂમિ પંચાલ અને કારમાં ફોટોગ્રાફર પાર્થ પટેલની સાથે સાઉન્ડવાળાને રૂપિયા આપવા ગઇ હતી ત્યારે અક્ષય પટેલ અને અજિત વાઘેલાએ ભૂમિને ફોન કરી કહેલું કે, તું નવરાત્રિમાં બહુ રૂપિયા કમાઇ છે મને રૂ.1 લાખ આપવા પડશે. ગભરાયેલી ભૂમિ ઘર તરફ વળી હતી ત્યારે સુરેલિયા રોડ પર અક્ષય અને અજિત છરી લઇને ભૂમિની ગાડી ઊભી રખાવી તેનું અપહરણ કરી દાસ્તાન સર્કલ રોડ પર લઇ ગયા હતાં અને એક્ટિવા લઇને સાહિલ આવતો હતો. જ્યારે ભૂમિને પેટમાં છરી અડાડી રૂ.1 લાખ માંગતા ભૂમિએ રડતા કહેલું કે, ઘરે ચાલો રૂપિયા આપું છું. આથી અક્ષયે ભૂમિના પર્સમાંથી રૂ.10 હજાર લઇ લીધા હતાં.