છેલ્લા ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે અલ્જાઈમરનો રોગને ઉંઘ સાથે પણ જોડાયેલો છે. પરંતુ એક નવી શોધમાં દાવો કરવામાં આવ્યો છે. કે વધારે ઉંઘ લેવાથી યાદશક્તિ પર ઉંડી અસર થાય છે. ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે જે કોઈપણ મનુષ્ય નવ કલાકથી વધારે ઉંઘ લે છે તે તેની ભાષા કૌશલ્ય અને યાદશ્કિતપર ઉંડી અસર અને તેમાં ઘટાડો જોવા મળે છે.એ લોકોમાં એક ખતરો જોવા મળ્યો હતો જે છ કલાકની ઉંઘ લે છે. સંશોધન પછી, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે સાત કે આઠ કલાકની ઉંઘ લેવી વધુ સારું છે અને આ આ જોખમોથી બચી શકે છે.
જોકે સંશોધનકારોને સંપૂર્ણ ખાતરી ન હતી કે વધારે સૂવાથી ડિપ્રેસન થવાનું જોખમ વધી શકે છે, તેમ છતાં તેઓએ કહ્યું કે જો કોઈ વ્યક્તિના મગજમાં કોઈ પણ પ્રકારની ખલેલ અથવા બીમારી હોય તો તેને વધુ ઉંઘ આવે છે.ઉલ્લેખનિય છે કે વધારે ઉંઘ લેવાથી માથામાં થઈ જાય છે જખ્મ- વૈજ્ઞાનિકોનાં અનુસાર વધારે ઉંઘ લેવાથી માથામાં ઈજા થાય છે. વ્હાઇટ મેટર હાયપર ઇન્ટેન્સિટી તરીકે પણ ઓળખાય છે. આ ઘાને લીધે મગજમાં લોહીનો પ્રવાહ પણ પ્રભાવિત થાય છે.
એમઆરઆઈ પર જોવા મળતા આ સફેદ ફોલ્લીઓ ડિપ્રેશન અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. યુનિવર્સિટી ઓફ મિયામી ન્યુરોલોજીસ્ટ અને સ્લીપ નિષ્ણાત ડોક્ટર રામોસે કહ્યું કે નિંદ્રા અને વધુ પડતીઉંઘ એ વ્યક્તિના ન્યુરોલોજીકલ રોગ સાથે સીધી રીતે સંબંધિત છે, જે અલ્ઝાઇમર અને હતાશા માટે જવાબદાર છે.