આર્ટીકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરની સ્થિતીની સમીક્ષા કરવા પહોંચેલા સૂફી પ્રતિનિધિમંડળ તરફથી ઘાટીને લઈને ઘણી મોટી અને મહત્વપૂર્ણ વાતો કહી છે. સૂફી પ્રતિનિધિમંડળના સભ્ય નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે, ઘાટીમાં માનવાધિકારના ઉલ્લંઘનની કોઈ વાત સામે આવી નથી. પ્રતિનિધિમંડળે ઘણાં સ્થાનીક લોકો સાથે વાતચીત કરી અને જાણકારી પણ લીધી, પરંતુ દરેકે માનવાધિકારના ઉલ્લંઘનની વાત ફગાવી દીધી.
અજમેર શરીફ દરગાહના નસીરુદ્દીન ચિશ્તીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય સૂફી સજ્જાદાનશી પરિષદનું પ્રતિનિધિમંડળ ત્રણ દિવસીય યાત્રા પર હતા. તેમણે કહ્યું કે, ઘાટીને લઈને પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. તેમણે પાકિસ્તાની પ્રધાનમંત્રીના જિહાદ માટેના આહ્વાનને શર્મનાક ગણાવી. આ સાથે જ ઈમરાન ખાનને સલાહ આપતા કહ્યું કે, જો પાકિસ્તાનને રસ હોય તો તેણે ચીન અને ફિલિસ્તાનમાં જઈને લડાઈ લડવી જોઈએ. તેમણે કહ્યું કે, ભારત મુસલમાનો માટે સૌથી સારો દેશ છે.