ઉત્તરપ્રદેશના ભદોહીમાં આવેલા પિપરી ગામમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક પાક્કા કૂવાના તળિયામાંથી અવાજના પડઘાની સાથે સતત કંપારી થઇ રહી છે. ત્યારબાદથી જ અહીંના લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો છે. મોટી સંખ્યામાં લોકો ગામમાંથી પલાયન કરી રહ્યા છે. તો બીજીબાજુ પ્રશાસને આસપાસના લોકોને ઘર ખાલી કરવા માટે કહ્યું છે અને કૂવાની પાસે બેરકેડિંગ કરી દીધું છે. પરંતુ હકીકતમાં થયું છે શું તે અંગે લોકોને જાણવામાં રસ છે.
તો પિપરી ગામના પ્રધાન રામ નરેશ યાદવના મતે ગામના જાહેર કૂવામાં બનેલી ઊંડી સૂરંગ જુઓ આખા ગામમાં ડરનો માહોલ છે. પ્રધાનના મતે પાછલા દિવોસમાં ભારે વરસાદ બાદથી છેલ્લા ચાર દિવસથી કૂવાની અંદરથી ધડાકાભેર અવાજની સાથે આસપાસ ભૂકંપની જેમ કંપારી થવા લાગી છ.
ગામના રહેવાસીઓના મતે આ ડરના લીધે મોટી સંખ્યામાં લોકો ગામ છોડીને સુરક્ષિત જગ્યાઓ પર જતા રહ્યા છે. ભદોહીના મામલતદાર બી.ડી.ગુપ્તાએ રવિવારના રોજ કહ્યું કે આસપાસના લોકોને સાવચેતીથી ઘર ખાલી કરવાનું કહ્યું છે. તેની સાથે જ કૂવાની પાસે બેરિકેડિંગ કરી દીધી છે. તેમણે કહ્યું કે કૂવાની અંદર ખાલી બનેલ સુરંગ જેવી જગ્યા પર પાણી દેખાઇ રહ્યું છે. તે કેટલી દૂર સુધી છે તેનો અંદાજો લગાવો મુશ્કેલ છે. જ્યાં સુધી ત્યાં સુરંગ સંપૂર્ણપણે બેસી નહીં જાય ત્યાં સુધી કંઇ કરી શકાય નહીં. પ્રશાસનની પાસે તેના માટે કોઇ બજેટ પણ નથી.