આંધ્ર પ્રદેશમાં એક તેલુગુ અખબારના રિપોર્ટર પર એના ઘર નજીક જ ગળું કાપી નાખીને હત્યા કરાઇ હતી. આ ઘટનાથી રાજ્યના તમામ પત્રકારો ઉશ્કેરાઇ ગયા હતા અને પોલીસ લાપરવા હોવાનો આક્ષેપ કર્યો હતો. અગાઉ પણ ટી સત્યનારાયણ પર હુમલો થયો હતો. ત્યારે પોલીસે એને રક્ષણ આપવાની ખાતરી આપી હતી પરંતુ રક્ષણ આપ્યું નહોતું. પૂર્વી ગોદાવરી ક્ષેત્રના ટુની વિસ્તારમાં સત્યનારાયણના ઘર નજીક જ એની હત્યા કરાઇ હતી.
રાજ્યના મુખ્ય પ્રધાન જગન મોહને તત્કાળ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે રાજ્યના ડાજીપી ગૌતમ સંવાગ સાથે ચર્ચાકરી હતી અને ડીજીપીએ મિડિયાને કહ્યું હતું કે મેં સંબંધિત વિસ્તારના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સાથે વાત કરી હતી. એમને ઘટના સ્થળે જઇને જાતતપાસ કરવાની સૂચના આપી હતી.
સત્યનારાયણ ટોંડગઇ વિસ્તારમાં પોતાના અખબારના રિપોર્ટર તરીકે કામ કરતા હતા. સ્થાપિત હિતોને એના રિપોર્ટસ્ સામે વાંધો હતો કારણકે એ લોકો એને ખરીદી શકતા નહોતા. એને અગાઉ પણ ચેતવણી ખરેખ તો ધાકધમકી આપવામાં આવી હતી પરંતુ સત્યનારાયણ નિર્ભયપણે પોતાનું કામ કરતો રહ્યો હતો. આખરે એની ક્રૂર હત્યા કરવામા્ં આવી હતી.