વ્યંડળનું અપહરણ કરી ઢોસેટેલાઇટમાં વ્યંડળો વચ્ચે ગેંગવોરનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સેટેલાઇટમાં નવી ખુલેલી જ્યુંસની દુકાને પૈસા લેવા બાબતે વ્યંડળોના બે જુથ વચ્ચે હદની બાબતે તકરાર થઇ હતી. જેમાં ઇસનપુરના વ્યંડળનું અપહરણ કરવામાં આવ્યું હતું અને કારમાં માર મારીને ચાકુથી હુમલો કર્યો હતો તેમજ સિગારેટથી ડામ આપીને વાળ કાપી નાંખીને ધમકી આપીને રસ્તામાં છોડી મુક્યો હતો.આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
યજમાનવૃતિમાં બોલી ધબધબાટી
ઇસનપુરવિસ્તારમાં તલાવડી વિભાગ-૨ પાસે ક્રાતીનગર ખાતે રહેતા અને માસી બા તરીકે યજમાન વૃત્તિ કરતા મુબીનરાસીદ શેખે સેટેલાઇટ પોલીસે સ્ટેશનમાં દામીની, ઝોયા, હિમાંશુ ઉર્ફે શિલ્ક તથા તમન્ના સામે ફરિયાદ નોધાવી છે કે ગઇકાલે તેઓ પલકમાસી અને મહેમાન હેલનમાસી તથા નિકિતા માસી સાથે સેટેલાઇટ વિસ્તારમાં યજમાન વૃત્તિ માટે ગયા હતા જ્યાં સેટેલાઇટમાં વ્રજવિહાર ખાતે નવી ખુલેલી જયુસની દુકાને શીખ લેવા માટે ગયા હતા. આ સમયે દામીની સહિત ઉપરોક્ત ચાર માસીઓ ત્યાં કારમાં આવી પહોચી હતી.
ફરિયાદી જૂથ ડરી ગયું
તેઓ તલવાર, લાકડાના ધોકા સાથે નીચે ઉતરતાં ફરિયાદી જુથ ડરી ગયુ હતું, જેથી પાલકમાસી, હલનમાસી અને નિકિતામાસી દુકાનની અંદર સંતાઇ ગયા હતા જયારે ફરિયાદી ભાગવા જતાં તમન્ના માસીએ હાથમાં તલાર લઇને આવીને પકડી લીધા હતા. અને કારમાં અપહરણ કર્યું હતું અને કારમાં જ રસ્તામાં મારતા મારતા અડાલજ તરફ લઇ ગયા હતા. અવાવરુ સ્થળે લઇ ગયા બાદ ચારેય જણાએ ભેગા મળીને ગડદાપાટુ અને લાકડીઓથી માર મારવા લાગ્યા હતા. તથા દામીની માસી અને ઝોયા માસીએ બરડાના ભાગે સિગારેટના ડામ દીધા હતા. કોઇકે ગળાના ભાગે ચાકુથી હુમલો કર્યો હતો. લોહી નીકળતું હતુ દરમિયાન ધમકી આપી હતી કે અમારા વિસ્તારમાં યજમાન વૃત્તિ માટે આવતા નહી નહીતર હાથ પગ ભાંગી નાંખીશુ. તેમ કહી રસ્તામાં ઉતારીને નાસી ગયા હતા.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવશે
આ બનાવ બાદ ફરિયાદી રિક્ષામાં બેસીને ઇસનપુર પહોચીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હાલમાં સારવાર ચાલું છે. આ ઘટના અંગે સેટેલાઇટ પોલીસે સીસીસટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરીને ફરાર થઇ ગયેલા આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે વ્યંઢળો દ્વારા યજમાન વૃત્તિને લઇને હદની બાબતે અવાર નવાર તકરાર થતી હોય છે અને જુથો વચ્ચે ગંગવોર પણ તથા હોય છે,ગત વર્ષે પણ સેટેલાઇટમાં સ્ટાર બજાર રોડ પર વ્યંડળોના બે જુથ વચ્ચે અથડામણ થઇ હતી. માર માર્યો એટલે થી ન પતતા ચાકુ મારી સિગરેટના ડામ આપી મુંડન કર્યું.