જોકર ફિલ્મનો સ્ટાર વાકીન ફિનિક્સનો અમેરિકાના લોસ એન્જલસમાં એક્સીડેન્ટ થઈ ગયો છે. જોકે કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. ફિનિક્સની ગાડી થોડા દિવસ પહેલાં ફાયર ડિપાર્ટમેન્ટની ગાડી સાથે આથડાઈ ગઈ હતી. તે પોતાની ગાડી વેસ્ટ હોલિવૂડના પાર્કિંગમાંથી બહાર કાઢી રહ્યો હતો.
તે સમયે બંપર એલ એ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટ ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. આ એક્સીડેન્ટમાં ફિનિક્સની કાર ટેસલાને ઘણું નુકસાન થયું છે. ફિનિક્સની કારનો જમણી બાજુનો આગળનો ભાગ ક્વાર્ટર પેનલ તૂટી ગયો છે. અને ટ્રકમાં થોડા સ્ક્રેસ પડી ગયા છે. તેમ છતાં પણ ફિનિક્સ ત્યાં પહોંચ્યા અને પેરામેડિક્સને જઈને બધી પરિસ્થિતિની જાણ કરી હતી. આ બાબતમાં એક ડેમેજ રિપોર્ટ લેવામાં આવી કેમ કે લોસ એન્જલેસ કાઉન્ટી પ્રોપર્ટીનો આ એક્સીડેન્ટમાં નુકસાન થયું હતું.
લોસ એન્જલેસ પોલીસ અનુસાર ફિનિક્સ આ બાબતમાં બહુ જ શાંતિથી વાત કરી હતી અને તે દરમિયાન બધા ઓફિસર્સ અને પેરામેડિક્સ સાથે ફ્રેન્ડલી વાતો કરી હતી. ફિનિક્સ પર કોઈ પણ પ્રકારનો દંડ લવાવામાં આવ્યો નથી. લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે વાઈલ્ડ ફાયર અને ત્યાંના લોકોમાં કાઢવામાં વ્યસ્ત હતા અને તેમને ફિનિક્સની જાણકારી મળી નહોતી. અહેવાલ છે કે ફિનિક્સની ફિલ્મ ટ્રેંડસેટર સાબિત થઈ. 450 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ફિલ્મ જોકર સારો બિઝનેસ કરવામાં કામયાબ રહી છે. ફિલ્મે ઓછી સ્ક્રીન્સ સાથે 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે રિલીઝ પહેલાં 5 કરોડનો બિઝનેસ કર્યો હતો.