સિંગિંગ રિયાલીટી શૉ ઇન્ડિયન આઇડલ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. શૉના મંચ પર દેશભરના લોકોને પર્ફોર્મ કરવાની તક મળી રહી છે. આ અઠવાડિયે શૉ દર્શકો માટે થોડો ચોંકાવનારો હતો. એક વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે શૉના કન્ટેસ્ટન્ટે નેહા કક્કડને પકડીને પપ્પી કરી લીધી. જે બાદ સોશિયલ મીડિયામાં સનસની ફેલાઇ ગઇ છે.
સોની ટીવીના ઑફિશિયલ ટ્વિટ અને ઇન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ પ્રોમો વીડિયો છે જેમાં આ અઠવાડિયે શૉની કેટલીક ઝલક દેખાડવામાં આવી છે. વીડિયોમાં એક તરફ જજીસ કન્ટેસ્ટન્ટ્સના સુરીલા અવાજના ફેન થતાં નજરે આવી રહ્યાં છે ત્યાં એક કન્ટેસ્ટન્ટ એવો પણ છે જે નેહા કક્કડનો ચાહક છે.
આ કન્ટેસ્ટન્ટે પહેલાં તો સ્ટેજ પર પહોંચીને નેહા કક્કડને એક એક કરીને ઝગલાબંધ ગિફ્ટ આપી અને તે પછી નેહા તે ગિફ્ટ લઇને તેને ભેટી પડી. હદ ત્યારે પાર થઇ જ્યારે કન્ટેસ્ટન્ટે નેહાને પૂછ્યા વિના જ અચાનક તેના ગાલ પર કિસ કરી લીધી. તે બાદ નેહાએ મોઢુ બગાડ્યુ અને ત્યાંથી દૂર ચાલી ગઇ. સાથે જ શૉના અન્ય જજીસ પણ દંગ રહી ગયા.
આ તો વાત થઇ પ્રોમોની. હવે આગળ શું થાય છે તે શૉ જોયા બાદ જ જાણી શકાશે. નેહા અને અન્ય જજીસ કન્ટેસ્ટન્ટની આ હરકતનો શું જવાબ આપશે? જવાબ આપશે કે નહી તે જાણવું ખૂબ જ રોચક હશે.
જણાવી દઇએ કે ઇન્ડિયન આઇડલની આ સીઝનમાં નેહા કક્કડ, વિશાલ દદલાની અને અનૂ મલિકને જજ બનાવવામાં આવ્યાં છે. આ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. સાથે જ જજીસમાં નેહાની ફેન ફોલોઇંગ પણ સૌથી વધુ છે.