Driverless tractor in farming: 10 કિમી દૂરથી ટ્રેક્ટર ઓપરેટ!
Driverless tractor in farming: રાજકોટ જિલ્લાના પાળ ગામના યુવા ખેડૂત જગદીશભાઈ ટીલાડાએ ખેતીના કાર્યમાં ક્રાંતિ લાવી છે. તેમણે એવું ટ્રેક્ટર તૈયાર કર્યું છે કે જે GPS અને GNSS ટેક્નોલોજીથી ચાલે છે અને કોઈ પણ ડ્રાઈવર વગર જાતે કામ કરી શકે છે.
આ ટ્રેક્ટર ખેતરમાં ખેડાણ, વાવણી અને પાક વ્યવસ્થાપન જેવા કાર્ય ઓટોમેટિક થાય છે, જેના પરિણામે સમય અને પરિશ્રમ બંનેની બચત થાય છે.
10 કિમી દૂરથી પણ નિયંત્રણ શક્ય
આ આધુનિક ટ્રેક્ટર પહેલાથી સુયોજિત બેઝ સ્ટેશન મારફતે નિયંત્રિત થાય છે, જે સેટેલાઇટ સિગ્નલના આધારે કાર્ય કરે છે. આ બેઝ સ્ટેશનની રેન્જ 10 કિલોમીટર સુધી છે, જેના કારણે ખેડૂત ખેતરમાં હાજર ન હોય છતાં પણ ટ્રેક્ટર ચલાવી શકે છે.
આવી ટેક્નોલોજી નાના મિનિ ટ્રેક્ટરથી લઈ મોટા મશીન સુધી કામ કરે છે.
પાકની ચોક્કસ ગોઠવણી અને જમીનની બચત
જગદીશભાઈ જણાવે છે કે આ ટેક્નોલોજી ખાસ કરીને વાવણી દરમિયાન શ્રેષ્ઠ પરિણામ આપે છે. સામાન્ય રીતે બે લાઈનો વચ્ચે જમીન બગડે છે, પણ ડ્રાઇવલેસ સિસ્ટમ એકસરખી લાઈનમાં વાવણી કરવાની સુવિધા આપે છે. પરિણામે જમીનનો વધુ ઉપયોગ થઈ શકે છે અને પાકનો ઉછેર થાય છે.
500 વીઘાથી વધુમાં સફળ પ્રયોગ
ખેતીની સિઝન દરમિયાન જગદીશભાઈએ આ ટેક્નોલોજીથી 500થી વધુ વિઘા જમીનમાં વાવણી કરી છે. તેમની આ સિસ્ટમ આજુબાજુના ખેડૂતો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. ઘણા ખેડૂતો હવે તેમને સંપર્ક કરીને પોતાના ખેતરમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઈચ્છે છે.
ખેતીનો આધુનિક ચહેરો
અત્યારે જ્યારે ગામડાઓમાં બળદની સંખ્યા ઘટી રહી છે, એવા સમયે driverless tractor in farming જેવી ટેક્નોલોજી ખેતીમાં નવી દિશા આપે છે. યુવા ખેડૂત હવે ઈન્ટરનેટ અને નવી શોધ દ્વારા ખેતીને બૌદ્ધિક અને ઉત્પાદક વ્યવસાયમાં ફેરવી રહ્યા છે.
જગદીશભાઈની આ શોધ માત્ર એક વ્યક્તિની સફળતા નથી, તે ખેતી ક્ષેત્રે ટેક્નોલોજી સાથેના ભવિષ્યની એક ઝલક છે. જે ખેડૂતો માટે ઉન્નતિના નવા દરવાજા ખોલે છે.