અમેરિકાની ઍથ્લેટિક ક્લોથિંગ બ્રાન્ડ ‘ધ્વનિ’એ ન્યૂ યોર્ક માં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આપત્તિજનક હોર્ડિંગ લગાવ્યા છે. આ હોર્ડિંગમાં એક મોડલ ટ્રમ્પના મોઢાને કચડતી દેખાઈ રહી છે અને ટ્રમ્પ જમીન પર પડેલા દેખાઈ રહ્યા છે. હોર્ડિંગમાં ટ્રમ્પનો ચહેરો તે બૂમો પાડી રહ્યા હોય તેવો બતાવ્યો છે.
આ કંપનીએ તેના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર ટ્રમ્પ સાથે મોડલના બીજા પણ ઘણા આપત્તિજનક ફોટા શેર કર્યા છે. ન્યૂ યોર્ક ટાઈમ્સ સ્કવેર પર 30 ફૂટની ઊંચાઈ પર લાગેલા પોસ્ટરમાં મોડલને એથ્લીટના રૂપે બતાવી છે.
આ બિલબોર્ડ જોઈને ટ્રમ્પના દીકરા જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક ટ્વીટ કર્યું હતું. તેણે ન્યૂ યોર્ક ટાઈમ્સ મીડિયાને કહ્યું કે, આ બિલબોર્ડ વિશે કંઈ પણ ન લખો. તમારી પાસે આવી સ્ટુપિડ વસ્તુને કવર કરવાનો સમય છે! પોર્ટલેન્ડમાં આવેલ ધ્વનિ કંપનીના સીઈઓએ કહ્યું કે, આ હોર્ડિંગનો હેતુ, ટ્રમ્પ સરકારના ટાઇટલ એક્સ પરિવાર નિયોજન કાર્યક્રમમાં કરેલ ફેરફાર પર કમેન્ટ કરવાનો હતો.