મુંબઈ : અભિનેત્રી સારા અલી ખાનનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં સારા અલી ખાનના જબરદસ્ત ડાન્સ મૂવ્સ તેના ચાહકો દ્વારા તેને પસંદ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેનાથી પણ વધુ ખાસ વાત એ છે કે આ વિડિઓ સારાના પ્રથમ લાઇવ સ્ટેજ પરફોર્મન્સનો છે.
અભિનેત્રી સારા અલી ખાને આ વીડિયોને તેની ઇન્સ્ટાગ્રામ વોલથી શેર કર્યો છે. આ વીડિયો સાથે સારા અલી ખાને શેર કરેલો કેપ્શન આ વીડિયોને વધુ વિશેષ બનાવે છે. કારણ કે સારાએ અહીં તેના ચાહકો સાથે એક ખાસ વાત શેર કરી છે.