ઉર્વશી રૌતેલાની આગામી ફિલ્મ કોમેડી છે. તેમાં તે એક અલગ જ પાત્રમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે જોન અબ્રાહમ અને અનિલ કપૂર સાથે કામ કરી છે.
” આ ફિલ્મમાં તે કાવ્યાના પાત્રમાં જોવા મળશે. તાજેતરમા આ ફિલ્મનું પોસ્ટર બહાર પડયું છે જેમાં તેના નખ બહુ લાંબા દેખાઇરહ્યા છે. ” હુ ંહુર પરી છું, અને તમે લોકો મને ભૂતની કહીને ઉદ્દેશી રહ્યા છો.” તેમ તેણે ટ્વીટ કર્યું છે. જેના પરથી અંદાજ લગાડવામાં આવે છે કે, તેની ફિલ્મનો આ ડાયલોગ હોઇ શકે. ઉર્વશીએ કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘સિંહ સાબ ધ ગ્રેટ’ થી કરી છે. તે એક અભિનેત્રીની સાથેસાથે એક સારી મોડલ અને ડાન્સર પણ છે.
તેણે ૧૫ વરસની વયથી જ મોડલિંગ શરૂ કરી દીધું હતું, તે મિસ યૂનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરી ચુકી છે.