સુરતમાં વકરતા રોગચાળા વચ્ચે ડેન્ગ્યુએ વધુ એક મહિલાનો ભોગ લીધો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કારણે મોતને ભેટેલી મહિલાના પરિવારજનો હોબાળો મચાવ્યો છે અને લાશ સ્વીકારવાનો ઈન્કાર કરીને હોસ્પિટલના વોર્ડ રૂમ બહાર ધરણા શરૂ કર્યા છે.
ત્રણ માસુમ બાળકો નોંધારા
એક દિવસ અગાઉ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે ખસેડાઈ હતી. તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને ડેન્ગ્યુના ભરડામાં સપડાયેલી મહિલાનું મોત થયુ છે. ડિમ્પલ દુબે નામની મહિલા પાંડેસરા વિસ્તારમાં રહેતી હતી. તેના મોતથી ત્રણ માસુમ બાળકો નોંધારા થયા છે. સુરતમાં રોગચાળાએ ડેન્ગ્યુ ઉપરાંત મેલેરિયા જેવા રોગે ભરડો લીધો છે.