હવામાન વિભાગની આગાહીને લઈને દીવના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવવાના લીધે ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.