આમ તો ગુજરાતમાં રેકર્ડ ઉ૫ર દારૂબંધી છે. ૫રંતુ હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ હોય તેમ છાશવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દારૂના મોટા જથ્થા મળી આવે છે. આવી એક વર્ષ અગાઉ વડોદરા ભાજ૫ના કોર્પોરેટરના ફાર્મ હાઉસમાંથી આશરે રૂ.9 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આજે પણ વડોદરાના એક કોર્પોરેટરની કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રાજ્યના યુવાનો બેરોજગારીના કારણે તો શોર્ટકટમાં રૂપિયાની કમાણી કરવા માટે દારૂનો વેપલો કરતા હોય છે તો કેટલાક લોકો પોતાની આવકને વધારવા માટે તથા મોજશોખ કરવા માટે આ ધંધામાં ઝંપ લાવે છે. ત્યારે હવે રાજકીય નેતાઓ પણ બુટલેગર બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે!