સામાન્ય રીતે શાળામાં શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવે છે પરંતુ મહુવા તાલુકાના કુકણા ડુંગરી ગામે રાષ્ટ્રીય પક્ષી મોર બાળકો સાથે અભ્યાસ કરવા પહોંચે છે. શાળાનો બેલ વાગતાની સાથે મોર બાળકો સાથે હાજરી પુરાવે છે અને બાળકો સાથે બેઠક મેળવી બ્લેક બોર્ડ પર જોઈ અભ્યાસ કરતો હોય તે પ્રકારનું કરે છે અને આ દ્રશ્ય જોવા સવારે ઘણા લોકો શાળામાં આવતા હોય છે.
આમ તો કહેવાય છે કે મોર મનુષ્ય વસ્તીથી દૂર જંગલ વિસ્તારમાં રહેતો હોય છે પરંતુ મહુવા તાલુકાના કુકણા ડુંગરી ગામે પહેલેથી જ અહીંના લોકો સાથે ટેવાયેલો મોર ગામ લોકો સાથે હળીમળીને તો રહે છે. પણ જિલ્લા પંચાયત સંચાલિત શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે પણ ટેવાયેલો છે અને રીસેસ દરમિયાન બાળકો સાથે રમે છે અને મસ્તી પણ કરે છે.
શાળામાં મોર બાળકો સાથે અભ્યાસ કરતો હોવાની વાત આજુબાજુના વિસ્તારોમાં ફેલાતા લોકો આ દ્રશ્યો જોવા માટે દૂર-દૂરથી આવે છે અને કુકણા ડુંગરી ગામે બાળકો સાથે અભ્યાસ કરતા મોરને જોઈને અચંબિત થઈ જતા હોય છે ત્યારે લોકોપણ મોરની આ કલાને જોઈ આનંદ અનુભવે છે.
સરસ્વતીના ઉપાસક એક એવો શઆતિનાં પ્રતિક અને રાષ્ટ્રીય પક્ષી મોર જે સરસ્વતીના ધામમાં જાય છે અને સરસ્વતીનું જ્ઞાન મેળવે છે. આખા અઠવાડિયા દરમિયાન તો શાળાના સમય દરમિયાન મોર આવતો જ હોય છે પરંતુ રવિવારના દિવસે પણ શાળા સમયમાં મોર હાજર હોય જ છે.