અશફાક જેણે રોહિત સોલંકીના નામથી નકલી ફેસબુક આઇડી બનાવ્યું હતું તેણે કમલેશ તિવારીને કહ્યું હતું કે તેઓ બીજા ધર્મની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ પરિવારવાળા લગ્ન કરાવા તૈયાર નથી. આથી કમલેશ તિવારી પાસે મદદ માંગતો હતો. કમલેશ તિવારી પહેલાં પણ ડઝનબંધ છોકરાઓના લગ્ન કરાવી ચૂકયા હતા આથી તેઓ મળવા માટે તૈયાર પણ થઇ ગયા.
નકલી લગ્નની કહાની પર ચર્ચા
હત્યારાઓએ કમલેશ તિવારીની હત્યા કરતાં પહેલાં ઓફિસમાં અડધો કલાક સુધી નકલી લગ્નની વાર્તા પર ચર્ચા કરી. ત્યારબાદ હત્યા કરીને તેઓ ભાગી ગયા. ભાગી ગયા બાદ અશફાક અને મોઇનુદ્દીન બંનેએ ઉત્તર પ્રદેશના કેટલાંય શહેરોમાં છુપાવાની અને સારવાર કરાવાની કોશિષ કરી, તેના માટે આ બંનેએ પોતાના કેટલાંય પરિચિતોને પણ ફોન કર્યો. અહીંથી યુપી પોલીસ અને એટીએસ ગુજરાતને તેમણે પકડવાનો રસ્તો મળ્યો પરંતુ બાજી ગુજરાત પોલીસે મારી લીધી.
ગુજરાત એટીએસ અને યુપી પોલીસે આ બંને હત્યારાઓના તમામ પરિચિતો અને સંબંધીઓની પાછળ પોતાના લોકો લગાવી દીધા. હેતુ હતો કે જેવી હત્યારા કોઇપણ પ્રકારની મદદ માટે ફોન કરશે તો તેમણે સુરક્ષાનો ભરોસો અપાવી બોલાવી લેશે અને આ થયું પણ ખરા.
યુપી પોલીસનો પ્લાન નિષ્ફળ
અશફાકે પોલીસના ડરથી સરેન્ડર કરવા માટે સંપર્ક કરવાનું શરૂ કર્યુ તો વકીલ અને પરિવાર દ્વારા તેને બોલાવી લેવાયા અને પછી એટીએસે તેમણે દબોચી લીધા. યુપી પોલીસે પણ પોતાના લોકોને લગાવ્યા હતા, પરંતુ તેમના દ્વારા સરેન્ડર કરાવા અને પકડવાનો પ્લાન સફળ થઇ શકયો નહીં. હવે યુપી પોલીસ જ્યાં સુધી આ બંનેની કસ્ટડી લેવાની કાર્યાવાહી કરી રહ્યું છે શકય છે કે ગુજરાત એટીએસ આ લોકોની કડક પૂછપરચ્છ કરીને આખા મામલાના ષડયંત્ર અને બાકી સામેલ લોકોની ધરપકડ કરી ફરી એક વખત બાજી મારી લે.