વરાછા રોડ ખાતે તિરૂપતિ સોસાયટીમાં રહેતા ફરિયાદી નેહા પ્રકાશચંદ્ર શુક્લા ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીના રૂપિયા એક લાખની zm9નો વીમો ધરાવતા હતા. જે પોલિસી અમલમાં હોવા દરમિયાન ફરિયાદી તારીખ 30-12-17ના રોજ બાથરૂમમાં પડી જતા ડાબા પગના ઘુંટણમાં દુખાવો થતો હતો. જેથી ફરિયાદીએ નવીન ઓર્થોપેડિક ટ્રોમા સેન્ટરમાં ઘુંટણની સર્જરી કરાવી હતી.
જેની સારવાર તથા તબીબી ખર્ચ પેટે રૂપિયા એક લાખથી વધુ રકમનો ખર્ચ થયો હતો. જેથી ફરિયાદી નેહાબેને વીમા કંપની પાસેથી તબીબી સારવારનો ખર્ચ અંગે ક્લેઈમ કર્યો હતો, પરંતુ વીમા કંપનીએ ફરિયાદી મહિલાએ અગાઉની બીમારી તથા ડાબા પગના ઘૂંટણની સર્જરી અંગેની હકીકત છુપાવી હોય પોલીસી શરતના ભંગ બદલ વીમાસરનો ક્લેમ નકારી કાઢ્યો હતો. જેથી ફરિયાદી નેહાબેનએ વીમા કંપનીની ગ્રાહક સેવામાં ખામી વ્યાજ સહિત વળતર વસૂલ અપાવવા ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી.
જેની સુનાવણી દરમ્યાન ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની તરફે સોહેલ દેસાઈએ જણાવ્યું હતું કે ફરિયાદીએ અગાઉની બીમારી તથા સર્જરીની હકીકતો છુપાવેલી હોય વીમા કંપનીએ પોલીસી શરતભંગ બદલ નકારી કાઢ્યો છે.