અભિનેતા આમિર ખાનની ફિલ્મ પીપલી લાઈવ વર્ષ 2010માં આવી હતી. તેમની એક ફિલ્મ મધ્યપ્રદેશના બેતૂલ જિલ્લા સાથે સબંધ રાખનાર કુંજીલાલની કહાણીથી પ્રેરિત હતી. જેમનું શનિવારે નિધન થયું છે. તે 87 વર્ષના હતા. મહત્વનું છે કે કુંજીલાલે તેમના મરવાની ભવિષ્યવાણી કરી હતી.
મરવાની કરી હતી આ ભવિષ્યવાણી
કુંજીલાલ અનુસાર તેમણે 20 ઓક્ટોબર 2005એ પોતાના મરવાની ભવિષ્યવાણી કરી હતી પરંતુ ભવિષ્યવાણીના 14 વર્ષ અને 6 દિવસ બાદ ગઈ કાલે શનિવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા. કુંજીલાલના કહેવા અનુસાર તેમનું નિધન કરવા ચોથના દિવસે થયે. પરંતુ જ્યારે કરવા ચોથના દિવસે તેમનું નિધન ન થયું તો તેમણે તર્ક આપ્યું કે તેમની પત્નીએ તેમના લાંબા આયુમાટે પ્રાથના કરી હતી માટે તેમનું મોત ન થયું.
પીપલી લાઈવ ફિલ્મ
કુંજીલાલની આ કહાની બાદ તેમના ગામ સેહરાની નજીકના ગામ પિપલાના નામ પરથી પીપલી લાઈવ ફિલ્મ પણ બનાવવામાં આવી. આ ફિલ્મની કહાની દેવાથી પરેશાન નત્થા નામના ખેડૂતની હતી જે પોતાની મોતની ભવિષ્યવાણી કરે છે.
ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસરને ફટકારી નોટિસ
આ ફિલ્મ આવ્યા બાદ કુંજીલાલે ફિલ્મ પીપલી લાઈના ડાયરેક્ટર પ્રોડ્યુસર આમિર ખાન અને અનુષા રિજવીને નોટિસ મોકલીને ફિલ્મની સ્ટોરી પર વાંધો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તે પોતાના પૂર્વજોએ આપેલા પાસાઓ અને રમલ દ્વારા ભવિષ્યવાણી કરતા હતા.