માનુષી છિલ્લર જલદી બોલીવુડમાં ડેબ્યુ કરશે. જોકે તે કઇ ફિલ્મથી કારકિર્દી શરૂ કરવાની છે, તે તેણે જણાવ્યું નહોતું. પરંતુ તે જલદી જ રૂપેરી પડદે જોવા મળશે તેવા સંકેત આપ્યા હતા.
માનુષી દહેરાદૂનની એક એશિયન સ્કુલના કાર્યક્રમનો હિસ્સો બની હતી. તેણે હરિયાણી બેટીઓને લઇને પોતાની મનની વાત સામે રાખી હતી. તેણે કહ્યુ હતુ કે, હરિયાણાની બેટીઓને સમાજમાં ઉપેક્ષાનો સામનો કરવો પડે છે. પરંતુ આ બેટીઓને જ્યારે પણ મોકો મળ્યો છે, ત્યારે તેણે એક ખાસ મુકામ હાસિલ કર્યો છે. અત્યાર સુધી હરિયાણાની બેટીઓ બોક્સિંગ, કુસ્તી માટે ઓળખાતી હતી. પરંતુ હવે તે ગ્લેમરની દુનિયાના સપના પણ જોવા લાગી છે. આ તેમના માટે એક નવો અનુભવ છે. તેણે વધુમાં કહ્યું હતુ કે, મિસ વલર્ડ સ્પર્ધામાં હિસ્સો લેવા માટે મેં મારા મેડિકલના અભ્યાસમાંથી એક વરસ ડ્રોપ લીધો છે. મારે પહેલા મારું ભણતર પુરું કરવું છે.