બિહારના શેખપુરા જિલ્લામાં નવાદાના એક આશ્રમમાં રહેતી એક સાધ્વી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. પીડિતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસના એક અધિકારીએ સોમવારે જણાવ્યું, સાધ્વીનો આરોપ છે કે ઉત્તર પ્રદેશના રહેવાસી ચાર લોકો આશ્રમ આવ્યા અને ત્યાં ગામમાં મા બિમાર હોવાની સૂચના આપી. બદમાશોએ સાધ્વીને પોતાની સાથે ઘરે આવવા કહ્યુ. મા બિમાર હોવાની સૂચના પર સાધ્વી ભાવુક થઇ ગઇ.
બે લોકોને પહેલાથી જાણતી હતી સાધ્વી
બિહાર પોલીસે જણાવ્યા અનુસાર, તેમાંથી બે લોકોને સાધ્વી પહેલાથી જાણતી હતી. આ કારણે તે તેની સાથે કારથી ઘરે ઉત્તર પ્રદેશ જવા તૈયાર થઇ ગઇ. આરોપ છે કે દિવાળીની રાતે એટલે કે રવિવારે ઉત્તર પ્રદેશ જવાના ક્રમમાં સાધ્વીનું અપહરણ કરીને બદમાશોએ જિલ્લાના મહુલી સહાયક થાના ક્ષેત્રમાં રસ્તાના કિનારે એક ખંડેરમાં તેની સાથે ગેંગ રેપ કર્યો અને તે બાદ તેને ત્યાં જ મુકીને ફરાર થઇ ગયા.
દુષ્કર્મની ઘટના બાદ પીડિતા ગમેતમ કરીને ફુલચોડ ગામ પહોંચી. સોમવારે તેણે મહિલા થાના શેખપુરા પહોંચીને ફરિયાદ નોંધાવી. મહિલા થાનાના પ્રભારી યશોદા કુમારીએ જણાવ્યું કે પીડિતા સાધ્વીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે ફરિયાદમાં ચાર લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે.
શેખપુરાના પોલીસ અધિક્ષક સુરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે,આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ ચારેય આરોપીઓની ધરપકડ માટે અનેક જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.