અમેરિકાના ફ્લોરિડાનાં હોલિવુડમાં ગિટાર આકારની દુનિયાની પ્રથમ હોટેલ બની છે. તે ગત શુક્રવારથી શરૂ થઈ ગઈ છે. આ હોટેલ 32 માળની અને 450 ફૂટ ઊંચી છે. તેમાં 638 લગ્ઝરી રૂમ્સ આવેલાં છે.
આ હોટેલમાં 1 રૂમનું 1 રાતનું ભાડું આશરે 70 હજાર રૂપિયા છે. આ પ્રોજેક્ટમાં 1.5 અરબ ડોલર (આશરે 10.62 હજાર કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે. ગિટાર આકારની આ હોટેલમાં મ્યૂઝિકનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. હોટેના બિગ હૉલમાં 6500 મહેમાનો એકસાથે કાર્યક્રમનો આનંદ લઈ શકે છે.
- આ હોટેલ 450 ફૂટ ઊંચી છે.
- એક સાથે 6500 મહેમાનો હૉલમાં બેસી શકે છે.
- આ હોટેલમાં 13 એકરનો લેગુન પૂલ છે.
- 32 હજાર વર્ગ મીટરમાં સ્પા અને સલુન આવેલાં છે.
- 168 રૂમ્સ વાળો 7 સ્ટાર ઓએસિસ ટાવર આવેલો છે.
આખી બિલ્ડીંગની અંદર કોમન એરિયામાં દિવાલો પર છોડ લગાડવામાં આવ્યા છે. આ હોટેલમાં 19 રેસ્ટોરાં આવેલી છે. આ સિવાય 32 હજાર વર્ગ ફૂટમાં સ્પા, બાથરૂમ અને સૉલ્ટ રૂમ આવેલાં છે. હોટેલની બહારની તરફ 13 એકરમાં લેગૂન પૂલ આવેલો છે. ગિટાર હોટેલની પાસે જ 7 સ્ટાર ઓએસિસ ટાવર પણ બનાવવામાં આવ્યો છે, જેમાં 168 રૂમ્સ આવેલાં છે.