હોંગકોંગ શહેરની ક્રિસ્ટી ઓક્શન હાઉસમાં 70 વર્ષ જૂની દુર્લભ હાથની ઘડિયાળ હરાજી માટે રાખવામાં આવી છે. તેની કિંમત હાલ 99 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ઓક્શન હાઉસના જણાવ્યા પ્રમાણે, ગુલાબી રંગની આ ઘડિયાળનું નામ પટેક ફિલિપ્પી છે.આ વોચ 18 કેરેટ સોનાની બનેલી છે.
ઉલ્લેખનીય છે કે, આ કિંમત અત્યાર સુધીની આંકેલી કિંમતમાં સૌથી વધારે કિંમત છે. 27 નવેમ્બરે તેને હરાજી માટે રાખવામાં આવશે. આની પહેલાંની સૌથી મોંઘી ઘડિયાળ ડેટોના રોલેક્સ છે, તેનું ઓક્શન 75 કરોડ રૂપિયામાં થયું હતું.