એમેઝોનના જંગલો બાદ હવે અમેરિકાના જંગલ આગથી ભભૂકી રહ્યા છે. બુધવારે આ ભીષણ આગ અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાના જંગલોમાં લાગી હતી, જે હવે મશહૂર શહેર લૉસ એન્જલિસ સુધી પહોંચી ચૂકી છે. કેટલાક VIPને પોતાના ઘર ખાલી કરીને જીવ બચાવીને ભાગવુ પડ્યુ છે. હાલ આગથી ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર છે.
કેલિફોર્નિયાની સોનોમાં કાઉન્ટી આગથી સૌથી વધારે પ્રભાવિત થઈ છે. આ વિસ્તાર પોતાની બિયર અને દારૂ માટે પ્રસિદ્ધ છે. આને કિનસેડ ફાયર કહેવામાં આવે છે. હવે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આ આગ લગભગ 21,900 એકરમાં ફેલાયેલી છે. આ સિવાય લૉસ એન્જલસમાં પણ આગ પહોંચી ગઈ છે. આ આગને ગેટી ફાયર કહેવામાં આવે છે. અન્ય સ્થળો પર પણ આગથી જંગલ તબાહ થઈ રહ્યુ છે.