આઝાદી પછી, 560 કરતાં વધારે રજવાડાઓ ભારતમાં ભળી દેવામાં સરદાર પટેલની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. આજે સરદાર પટેલની જયંતી છે અને તેમની જન્મજયંતિને મોદી સરકારે પહેલા કાર્યકાળમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો. પીએમ મોદી સતત કહેતા આવ્યા છે કે જો સરદાર પટેલ દેશના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો કાશ્મીર સમસ્યા ક્યારે ઉભી ન થઈ હોત.
ત્યારે હવે મોદી સરકારે તેમના બીજા કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને સમાપ્ત કર્યો છે તો આને સરદારનું સપનું પૂર્ણ થયું હોવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ મોટા કેટલાક ફેરફાર થયા છે. લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરને દિલ્હીના તર્જ પર બનાવવામાં આવ્યો જ્યાં વિધાનસભા તો હશે પરંતુ લેફ્ટિનેંટ ગવર્નર પણ હશે અને વધારે અધિકાર તેમની જોડે હશે. આપને જણાવી દઈએ કે જમ્મુનું ક્ષેત્રફળ અને વસ્તી કાશ્મીરની સરખામણીએ વધુ છે. પરંતુ વિધાનસભાની બેઠકો ઘાટીમાં વધારે હતી. ત્યારે હવે અહીં મર્યાદીત કરવાની વાતો થઈ રહી છે. જો એવું થશે તો જમ્મુમાં વિધાનસભાની બેઠકોમાં વધારો થશે.
મોદી સરકારનો માસ્ટ રસ્ટ્રોક:
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી બીજેપીના ચૂંટણી ઢંઢેરાનો હમેશા હિસ્સો રહ્યો છે. મોદી સરકારે પહેલા કાર્યકાળમાં તો નહીં પણ બીજા કાર્યકાળમાં આ શક્ય કરી બતાવ્યું. હવે રાજ્યનો પોતાનો અલગ કોઈ ઝંડો અથવા બંધારણ નહીં હોય. હવે ત્યાં પણ કેન્દ્રની બધી યોજનાઓ લાગૂ થશે. સાથે જ વિધાનસભા કાર્યકાળ પર છ વર્ષની જગ્યાએ 5 વર્ષ થયા છે. મોદી સરકારના આ નિર્ણયને માસ્ટર સ્ટ્રોકની જેમ જોવામાં આવી રહ્યો છે. કેટલાક વિશ્લેકષોનું માનવું છે કે આ પાકિસ્તાન માટે ખૂબજ આઘાતજનક છે. જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને વૈશ્વિક સ્તરે આને મુસ્લમાનોના માનવાધિકાર અને તેમના વિરુદ્ધનો નિર્યણ બતાવવાની કોશિશ કરી પરંતુ વિશ્વના મોટાભાગના મુસ્લિમ દેશોથી પણ પાકિસ્તાનને કોઈ મદદ ન મળી અને તેના દરેક ઇરાદા પસ્ત થયા.
કાશ્મીર પર ચર્ચા બદલાશે:
મોદી સરકારના આ નિર્ણયને દેશવ્યાપી સપોર્ટ મળ્યો અને હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીત મળી. આ સિવાય કલમ 370 હટ્યા બાદ હવે જમ્મુ-કાશ્મીર પર નહીં પરંતુ પાક અધિકૃત કાશ્મીર(POK) પર ચર્ચાઓ શરૂ થઈ છે. દિવાળી નિમિત્તે પીએમ મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કાશ્મીરના એક હિસ્સા પર કબજો કર્યો છે. જેની વેદના તેમની મનમાં છે. ઉપરાંત પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ પણ એક નિવેદનમાં કહ્યું છે કે અગાઉ અમે કાશ્મીર વિશે વાત કરતા હતા અને હવે મુઝફ્ફરાબાદ(પીઓકે) ને બચાવવા માટેની યોજના બનાવી રહ્યા છીએ.
એક તીરથી બે નિશાન:
લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના મોદી સરકારના પગલા બાદ પાકિસ્તાન તેમજ ચીનની પણ ઊંઘ ઉડી ગઈ છે. ચીને આ નિર્ણયને તેની સંપ્રભુતાનું ઉલ્લંઘન બતાવ્યું હતું. ખરેખર, કાશ્મીરના એક મોટા હિસ્સા અક્સાઇ ચિન પર ચીનનો કબજો છે જે લદ્દાખના ઠીક પૂર્વમાં સ્થિત છે. પરંતુ હવે લદાખ પર કેન્દ્રનું સીધું શાસન હશે, જે ચીન માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. ઘણા વિશ્લેષકો કહે છે કે લદ્દાખથી લઈને અક્સાઇ ચીન સુધી હવે ભારતની પકડ મજબૂત રહેશે.