મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામોમાં બહુમત મળવા છતાં છેલ્લા 7 દિવસથી બીજેપી-શિવસેનામાં સરકાર બનાવવાને લઈ સતત તકરાર ચાલી રહી છે. જોકે હવે આ તકરાર સમાપ્ત થાય એવા સંકેત મળી રહ્યા છે. બુધવારે બીજેપી અને શિવસેના બંને પાર્ટીઓએ નરમ વલણ અપનાવવાના સંકેત આપ્યા.
મીડિયા રિપોર્ટ મુજબ હવે બીજેપી ડેપ્યુટી સીમના પદ સહિત શિવસેનાના 13થી 15 ધારાસભ્યોને મંત્રી બનાવવાની રજૂઆત કરી છે. તેથી હવે 50-50 ફોર્મ્યુલા પર સીએમ બનાવવાના પ્રસ્તાવ પર મક્કમ શિવસેનાના વલણ નરમ થયા છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સવાલ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે,‘અમે જલ્દી આનો ઉકેલ કાઢવાની કોશિશ કરીશું.’
ઉપરાંત બીજી તરફ શિવસેના નેતા સંજય રાઉત કહ્યું હતું કે,‘મહારાષ્ટ્રના હિત માટે બીજેપીના નેતૃત્વવાળા ગઠબંધનનું રહેવુ જરૂરી છે. પરંતુ આ માટે સન્માન સાથે સમજૂતી ન થઈ શકે. વ્યક્તિ મહત્વપૂર્ણ નથી પરંતુ રાજ્યનું હિત વધુ મહત્વપૂર્ણ છે. રાજ્યના હિતના જોતા શાંતિથી નિર્ણય લેવાની જરૂર છે.’ બીજેપીના નજીકના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીએ શિવસેનાને ડેપ્યુટી સીએમનું પદ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉપરાંત લોક નિર્માણ વિભાગ(PWD), ગ્રમીણ વિકાસ, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય જેવા મહત્વપૂર્ણ વિભાગની ઓફર પણ કરવામાં આવી છે. જ્યારે બીજેપીએ સીએમ પદ શિવસેના સાથે શેર કરવાથી સ્પષ્ટ ના પાડી છે.