સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ કહ્યું કે તેણે ગેલેક્સી એસ 10 અને નોટ 10 સ્માર્ટફોન પર અલ્ટ્રાસાઉન્ડ આધારિત ફિંગરપ્રિન્ટ સ્કેનરમાં ભૂલને સુધારવા માટે એક સોફટવેર પેચ બહાર પાડ્યો છે.
કેટલાક વપરાશકર્તાઓને ખબર પડી કે તેમના મોબાઇલમાં મુકેલ ફિંગરપ્રિન્ટ લોક સિલિકોન આધારીત સ્ક્રીનથી કોઈની પણ ફિંગરપ્રિન્ટ અનલોક કરી શકે છે, જેના કારણે હાલમાં લોન્સ કરેલા સ્માર્ટફોન્સ પર સુરક્ષાના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જેના લીધે સેમસંગે કંપની મહત્વના નિર્ણય લેવા પડ્યા છે.
યોનિહપ ન્યૂઝ એજન્સીએ બુધવારે ગ્રાહકોને આપેલી સૂચનામાં સેમસંગને ટેગ કરીને જણાવ્યું હતું કે “ફિંગરપ્રિન્ટ લોકના થયેલ ગ્રાહકનો થતી અસુવિધાઓ માટે અમે દિલગીર છીએ.”
“અમે (ગેલેક્સી એસ 10 અને નોટ 10 સિરીઝ ડિવાઇસીસ) ના વપરાશકર્તાઓ વચ્ચેની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સોફ્ટવેર પેચ અપગ્રેડ્સ સાથે આગળ વધી રહ્યા છીએ.”
દક્ષિણ કોરિયન ફોન નિર્માતાએ એસ 10 અને નોટ 10 વપરાશકર્તાઓને સલાહ આપી છે કે જેઓ સિલિકોન કવરનો ઉપયોગ કરે છે તેની તાત્કાલીક ધોરણે તેવા કવરને દૂર કરવા, તેમજ અગાઉના તમામ ફિંગરપ્રિન્ટ્સ લોકને ડીલેટ કરવા જણાવ્યું છે.
વપરાશકર્તાઓએ તેના ફિંગરપ્રિન્ટને તેના તમામ ભાગોને સંપૂર્ણપણે સ્કેન કરવા માટે સ્કેન કરતી વખતે ખાતરી કરવી જોઈએ તેમજ કેન્દ્ર અને ખૂણાઓ સહિત, સિસ્ટમની માન્યતા દરની ચોકસાઈ વધારવા માટે કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે.
બાયોમેટ્રિક્સ ઓથેન્ટિકેશન સિસ્ટમથી થતી અસુવિધાઓ મુદ્દાઓ મામલે માત્ર સેમસંગ કંપની એકલી નથી. હાલમાં યુએસ ટેક જાઇન્ટ ગુગલને પણ પિક્સેલ 4ની નવી ફેસ અનલોક સિસ્ટમાં પણ અસુવિધા થઇ રહી છે જેમાં માલિકની આંખો બંધ હોય ત્યારે પણ ફોન અનલોક થતા જોવા મળી રહ્યા છે.