મુંબઈ : સોહા અલી ખાનની પુત્રી ઇનાયા નાઓમી ખેમુ તેની ક્યુટનેસને કારણે સમાચારોમાં છે. સોહા-કૃણાલ ખેમુની પુત્રી ઇનાયાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ છે. હેલોવીન ડે દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ ખાસ પ્રસંગે સોહાએ પુત્રી ઇનાયાની અત્યંત ક્યૂટ તસવીરો શેર કરી છે.
ઇનાયાએ હેલોવીન ડે પર ક્યૂટ બ્લેક ફ્રોક પહેર્યું હતું. સોહાએ બે પોસ્ટ કરી છે. શરૂઆતમાં, ઇનાયા બિલ્ડિંગની બહાર ડોકિયું કરી રહી છે. તસવીરમાં ઇનાયાનો બેક લુક જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતી વખતે સોહાએ લખ્યું- Happy Halloween!! From our friendly neighbourhood witch ?♀️.