કયાર વાવાઝોડું હજી તો નબળું પડી રહ્યું છે અને ઓમાનના સલાલાહ બંદર નજીક પહોંચ્યું છે ત્યાં બીજી તરફ બીજું ભયંકર ‘મહા’ વાવાઝોડું સક્રિય થયું છે. લક્ષદ્વીપ પાસે ‘મહા’ વાવાઝોડું તૈયાર થયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ‘મહા’ વાવાઝોડું સક્રીય બન્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ‘મહા’ વાવાઝોડું સક્રીય થતા 2થી 3 નવમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 4 નવેમ્બર સુધી ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાની અસર રહેશે એવી પણ શક્યતાઓ દાખવામાં આવી છે. આ વાવાઝોડું તિરુવનંતપુરમથી ૪૫૦ કિમી દૂર છે. આ વાવાઝોડું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાઈ શકે છે.