ઇંગ્લેન્ડના સ્ટાર ફુટબોલર જોશ વાકરને નાઇટ ક્લબની અંદર કોઇ અન્ય છોકરી સાથે વાત કરવું મોંઘુ પડ્યું છે. સ્કોટલેન્ડના નાઇટ ક્લબમાં જોશ વાકર કોઇ અન્ય છોકરી સાથે વાત કરી રહ્યો હતો અને તે દરમિયાન તેની ગર્લફ્રેન્ડ લોરેન ડિનસે ત્યાં પહોંચી ગઇ. બોયફ્રેન્ડ કોઇ અન્ય છોકરી સાથે આ રીતે વાત કરતા જોઇ તે ગુસ્સામાં આવી ગઇ. લોરેન ડિનશેને જોશનું અન્ય કોઇ છોકરી સાથે વાત કરવું એટલું ખરાબ લાગ્યું કે તેને બોયફ્રેન્ડના માથા પર ગ્લાસ મારી દીધો. માથામાં ગ્લાસ વાગતા જ જોશ ક્લબમાં બેભાન થઇ ગયો તે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં ડોક્ટરોએ તેના માથા પર 11 ટાંકા લીધા.
સ્કોડલેન્ડ સ્થિત એડિનબર્ગના લુલુ ક્લબમાં ગત વર્ષે ડિસેમ્બરમાં થયો હતો. જે બાદ આ મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. જોશ વાકર અને ડિનશે લાંબા સમયથી એક બીજાની સાથે રિલેશનશિપમાં છે. આ બન્નેના બે બાળક પણ છે. જોશ વાકર હાલમાં ફુટબોલથી સન્યાસ લીઘો હતો. ઘુંટણમાં સતત દુખાવાના કારણે આ નિર્ણય લીધો. વાકરે તેના કરિયરમાં UEFA Cup એક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.