મુંબઈ : બૉલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનને જન્મદિવસની શુભેચ્છા આપવા હજારો ચાહકો તેમના ઘરની બહાર દોડી ગયા હતા. શાહરૂખે પણ મન્નતની બાલ્કની માંથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને તેના ચાહકોનો આભાર માન્યો. આ સિવાય શાહરૂખ ખાનનો જન્મદિવસ ધૂમધામથી વિદેશમાં ઉજવવામાં આવ્યો છે અને વિશ્વની સૌથી ઉંચી ઇમારતએ પણ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
આ વીડિયો દુબઈના બુર્જ ખલીફામાં શાહરૂખ ખાનના 54 માં જન્મદિવસ પર ચલાવવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લિપ ખાસ કિંગ ખાનને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે વગાડવામાં આવી હતી. શાહરૂખ ખાને આ ખાસ પળ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. શાહરૂખે લખ્યું, “મોહમ્મદ અલાબાર અને બુર્જ ખલીફાએ મને ખૂબ તેજસ્વી બનાવવા બદલ આભાર. તમારો પ્રેમ અનન્ય છે વાહ! તે ખરેખર ખૂબ જ સુંદર છે. લવ યુ દુબઈ. આ મારો જન્મદિવસ છે અને હું મહેમાન છું.”
To my brother, the awesomely cool Mr. @Mohamed_Alabbar and @BurjKhalifa @emaardubai. Thanks for making me shine so bright. Your love and kindness is unsurpassable. Wow! This is really the Tallest I have ever been. Love u Dubai. It’s my birthday and I’m the guest! pic.twitter.com/8oFAQCqNbD
— Shah Rukh Khan (@iamsrk) November 2, 2019