આમળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. આમળા પેટની તકલીફ દૂર કરે છે સાથે તે મગજમાં ઠંડક પહોંચાડે છે. તાજા અને સૂકાયેલા બંને આમળા ગુણકારી હોય છે. આમળાના કેટલાક ઉપાયો:
- આમળાના કેટલાક ચીરિયા લઈને પાણીમાં તેને ક્રશ કરીને ચેહરા પર લગાવો. તેનાથી ચેહરા પરનાં કાળા-ડાઘ દૂર કરવામાં ફાયદો થાય છે. આમળાનું ચૂર્ણ રાતે સૂતા પહેલાં લિવાથી કબજિયાતમાં રાહત રહે છે. ગેસ અને એસિડિટી માં આમળાનું સેવન કરવાથી ફાયદો રહે છે.
- આમળાને બેસન સાથે ક્રશ કરીને સ્ક્રબની જેમ તેનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ બને છે.
- બ્લડપ્રેશર અને હ્રદયરોગમાં પણ આમળાનું સેવન ફાયદારકારક સાબિત થાય છે. આમળામાં વિટામિન-સી હોવાથી તે અનેક રીતે ગુણકારી છે.
- વહેલી સવારે આમળાના મુરબ્બાનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. ડાયાબિટીસના દર્દીઓએ આમળાનો મુરબ્બો ન ખાવો જોઈએ.
- ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ 1-1 ચમચી આમળાનો રસ અને મધનું સેવન કરવું જોઈએ.
- આંખોની રોશની વધારવા માટે આમળાનો રસ ફાયદાકારક ગણાય છે.
- સફેદવાળ માટે આમળા અથવા ત્રિફળાના ચૂર્ણ ને લોખંડના વાસણમાં પલાળી રાખીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે.