એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. ગર્લફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા આવેલા એક યુવકને તેની પત્ની અને સાળીએ રંગે હાથે પકડ્યો હતો. પતિને બીજી છોકરી સાથે જોઈને પત્ની ગુસ્સે થઈ ગઈ. તેણે તેની બહેન સાથે મળીને તેના પતિની ગર્લફ્રેન્ડને રસ્તા વચ્ચે જ ઝાટકી નાખી. ઢોર માર માર્યો હતો. આ મામલો રવિવારે બપોરે ખજરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વેલોસિટી સિનેમાની બહારનો છે.
નંદાનગર વિસ્તારમાં રહેતો એક પરિણીત યુવક તેની પ્રેમિકા સાથે ‘સાઢ કી આંખ’ ફિલ્મ જોવા ગયો હતો. જ્યારે પત્નીને તેના પતિની ગર્લફ્રેન્ડ સાથે ફિલ્મ જોવાની ખબર પડી ત્યારે તે તેની બહેન સાથે વેલોસિટી સિનેમાઘરની બહાર પહોંચી ગઈ. ફિલ્મ પૂરી થયા પછી જ્યારે યુવક અને તેની પ્રેમિકા સિનેમાંની બહાર આવ્યા અને કારમાં બેસવા જતાં જ હતા ત્યારે યુવકની પત્ની અને બહેન ત્યાં પહોંચી ગયા. પત્ની અને સાળીએ યુવતીને માર મારવાનું શરૂ કરી દીધું હતું.