ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ માધવ ગોડબોલેના વિધાનને ટેકો આપતાં કહ્યું હતું કે આ વાત સાચી છે. બાબરી મસ્જિદના દરવાજા કોંગ્રેસના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ ખોલાવ્યા હતા. બાબરી મસ્જિદ તૂટી એ માટે રાજીવ ગાંધી પણ સરખેસરખા જવાબદાર છે. અત્રે એ યાદ રહે કે બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગણતરીના દિવસોમાં આવવાનો છે.
હૈદરાબાદના સાંસદ એવા ઓવૈસીએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે અયોધ્યાથીજ રાજીવ ગા્ંધીએ પોતાના ચૂંટણી પ્રચારનો પણ આરંભ કર્યો હતો.‘ માધવ ગોડબોલે સાહબને બિલકુલ સહી કહા હૈ. બાબરી મસ્જિક કે દરવાજે તત્કાલીન પ્રધાન મંત્રી રાજીવ ગાંધીને ખુલવાયે થે.. અગર રાજીવ ગાંધી ચાહતે તો નીકલ જાતા અયોધ્યા કા સમાધાન…’
એાવૈસીએ કહ્યું કે આ એક ઐતિહાસિક સત્ય છે. શાહબાનુ પ્રકરણ સાથે આ વાતને કશી લેવા દેવા નથી. રાજીવ ગાંધી બાબતમાં માધવ ગોડબોલે સાહેબે જે કહ્યું એ નક્કર સત્ય છે. બાબરીના દરવાજા ઊઘડ્યા ત્યારે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી અને 1992ના માર્ચની છઠ્ઠીએ બાબરી મસ્જિદ તૂટી ત્યારે પણ દિલ્હીમાં કોંગ્રેસની પી વી નરસિંહરાવની સરકાર હતી. આ ભૂલ માટે કોંગ્રેસ બરાબરની જવાબદાર છે.