સુરતના રાંદેર- સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે 27 જુલાઈએ બંધ થયાં બાદ આજે 102 દિવસ થયાં છતાં પણ ઓવર ફ્લો થયો હોવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ છે. સુરતનો આ કોઝવે બન્યો ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ દિવસ આ વર્ષે બંદ રહ્યો હતો. બે વર્ષ પહેલાં ભારે વરસાદના કારણે 90 દિવસ સુધી કોઝવે ઓવર ફ્લો રહ્યો હતો. આ વર્ષે 102 દિવસ બંધ રહ્યાં બાદ હજી પણ કોઝવે બંધ રહેશે તે નક્કી છે.
સુરતના લોકોને પીવાનું પાણી પુરૂ પાડવા માટે પાલિકાએ હજીરાના ઉદ્યોગોની મદદથી રાંદેર-સિંગણપોર વચ્ચે વિયર કમ કોઝવે બનાવ્યો હતો. 1995માં કોઝવે બનાવાયા બાદ મીઠા પાણીના સરોવર સાથે લોકો ની અવર જવર માટે રોડ પણ બનાવવામાં આવ્યો છે. દરવખતે ચોમાસા દરમિયાન કોઝવે ઓવરફ્લો થાય ત્યારે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતો હતો.
અત્યાર સુધીમા બે વર્ષ પહેલાં સતત વરસાદ પડતો રહ્યો હોવાથી સતત 90 દિવસ કોઝવે ઓવર ફ્લો રહ્યો હતો ત્યાર બાદ પાણી ઉતરતાં વાહન વ્યવહાર શરૃ કરાયો હતો. આ વર્ષે વરસાદની પેર્ટન બલાવવા ઉપરાંત હજી પણ ઉકાઈડેમના ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ પડશે. સુરતનો કોઝવે 27 જુલાઈના રોજ ઓવર ફ્વલો થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.
આજે 05 નવેમ્બર થઈ ત્યારે 102 દિવસ બાદ પણ કોઝવે સતત ઓવર ફ્લો થઈરહ્યો છે. હજી પણ ઉપરવામાં વરસાદ હોવા સાથે ઉકાઈ ડેમની સપાટી ડેન્જર લેવલની નજીક હોવાથી પાણી આવે એટલું પાણી છોડી દેવામાં આવશે. જેના કારણે આગામી દિવસોમાં પણ કોઝવે ઓવર ફ્લો રહે તે નક્કી છે. આ વર્ષે કોઝવે સતત 102 દિવસ ઓવર ફ્લો અને હજી ઓવર ફ્લો રહે તેવી શક્યતા હોવાથી કોઝવેના નિર્માણથી અત્યાર સુધીમાં સૌથી વધુ સૌથી વધુ દિવસ કોઝવે આવર્ષ બંધ રહ્યો તે રેકર્ડ થઈ ગયો છે.