રિસર્ચ ફર્મ ગાર્ટનરે દાવો કર્યો છે કે, ઓનલાઈન શોપિંગની લત લોકોમાં તે હદે વધી જશે કે, 2024 સુધીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHO તેને એક બિમારી જાહેર કરી દેશે આ સિવાય રિસર્ચમાં દાવો કરાયો છે કે, 2022 સુધી ઓનલાઈન શોપિંગમાં દર વર્ષે 10%નો વધારો થશે. ઓનલાઈન શોપિંગમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે અને માત્ર ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં આવા ટ્રેન્ડને જોવામાં આવી રહ્યો છે. ઓનલાઈન શોપિંગ કરાવતી ફર્મની સ્ટ્રેટર્જી છે કે લોકોને વધારેમાં વધારે ઈ-શોપિંગ માટે આકર્ષિત કરવામાં આવે. તેના માટે તેઓ ઘણી આકર્ષક ડિસ્કાઉન્ટ આપે છે અને લોકોને જરૂર કરતા વધારે ખરીદી કરાવવા ઉકસાવે છે.
ઓનલાઈન શોપિંગમાં તેજી આવ્યા બાદ લોકો પર આર્થિક સંકટ વધશે કારણ કે તે લોકો પોતાની જરૂર કરતા વધારે ખરીદી કરવા પ્રેરીત કરે છે. આ સિવાય ક્રેડિટ કાર્ડ મારફતે લોકો ખરીદી કરશે અને પોતાનું બજેટ પણ બગાડશે.