ઈરાનમાં 5.9 તીવ્રતાના ભૂકંપની લીધે પાંચ લોકોના મોત થયા છે અને આશરે 120 વ્યક્તિને ઈજા પહોંચી છે.પ્રેસ ટીવીએ શુક્રવારે સત્તાવાર અહેવાલમાં એવી માહિતી આપી હતી કે ભૂકંપને લીધે ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના મોત થયા છે અને આશરે 120 વ્યક્તિને ઈજા થઈ હતી.
યુરોપિયન-મેડિટેરેનિયન સીસમોલોજીકલ સેન્ટર (EMSC) ના અનુમાન પ્રમાણે ઈરાનમાં શુક્રવારે સવારે રિચલ સ્કેલ પર 5.90 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઈરાનના એજરબેજાન પ્રાંતની રાજધાની તબરીજથી પૂર્વમાં આશરે 118 કિમી અંતર પર હતું. ઈરાન ભૌગોલિક રીતે એક એવા ક્ષેત્રમાં આવેલ છે જ્યાં ભૂકંપ સામાન્ય વાત છે. ઈરાનમાં નવેમ્બર,2017 માં 7.2 રિચલ સ્કેલ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં સેંકડો લોકોના મોત નિપડ્યા હતા અને હજારોની સંખ્યામાં લોકો ઈજા પામ્યા હતા.