રેલવે ટ્રેકને પગપાળા પાર કરનારા લોકોને યમરાજા શીખ આપી રહ્યા છે. રેલવેની ચેતવણી અને કાર્યવાહી હોવા છતાં ઘણા લોકો રેલવે ટ્રેક પર ચાલીને અન્ય પ્લેટફોર્મ પર પહોંચે છે. રેલવે અકસ્માતથી લોકોની બચાવવા માટે પશ્ચિમ રેલવેએ આરપીએફ સાથે મળીને યમરાજાને તૈનાત કર્યો છે. યમરાજાના કપડાંમાં તૈયાર થયેલો વ્યક્તિ ટ્રેક પર ચાલનારા લોકોને તેના ખભા પર ઉઠાવીને લઇ જાય છે.
આ યમરાજા લોકોને તેમની જિંદગીની કિંમત સમજાવે છે. બુધવારે શરુ કરાયેલીએ આ પહેલને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. યમરાજા બનેલા લોકોમાં કેટલાક સીઆરપીએફ જવાનો પણ સામેલ છે.
રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષે રોજ આશરે 7 લોકોએ ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. તેમાં ટ્રેક પાર કરતી વખતે 1476ના મોત અને ટ્રેનમાંથી પડવાથી 650 લોકોના મોત થયા છે.