ગાંધી પરિવાર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારે ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવાની તૈયારી કરી રહી છે. સુત્રો પાસેથછી મળતી વિગતો અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે, ગાંધી પરિવાર પાસેથી SPG સુરક્ષાને હટાવી લેવામાં આવશે. હવે નવી વ્યવસ્થામાં SPGની જગ્યાએ Z+ સુરક્ષા આપવામાં આવશે.
મોદી સરકારના આ નિર્ણય પર કોંગ્રેસે સખ્ત પ્રતિક્રિયા આપતા આ નિર્ણયને ષડ્યંત્ર ગણાવ્યું. કોંગ્રેસનું કહેવું છે કે, આ નિર્ણય પાછળ આરએસએસની મંશા કામ કરે છે. જાણકારી મુજબ હવે ગાંધી પરિવારની સુરક્ષામાં Z+ કેટેગરી હશે અને CRPFના કમાંડો સુરક્ષા ડ્યૂટીમાં તૈનાત રહેશે.
આ મહત્વપૂર્ણ નિર્ણય ગૃહમંત્રાલયની ઉચ્ચ સ્તરિય બેઠકમાં લેવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે, હવે SPG સુરક્ષા માત્ર વડાપ્રધાન મોદી પાસે રહેશે. કારણ કે આ પહેલા SPGની સુરક્ષા માત્ર ચાર લોકો પાસે હતી.જેમાં વડાપ્રધાન મોદી સાથે-સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામ સામેલ હતા.
દરેક પૂર્વ વડાપ્રધાનોની સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષ સમયાંતરે કરવામાં આવે છે અને જો જરૂર પડે તો તેના આધાર પર સુરક્ષામાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે. આ અગાઉ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સુરક્ષા SPGથી હટાવી CRPFની Z+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.