સુરતની શિક્ષણ વ્યવસ્થાનો અંદાજ એ પર લગાવી શકાય છે કે અહીંયા ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી ઉત્તરવહીમાં શાયરી, ફિલ્મી ગીતો લખવાની સાથે 2000-2000 રૂપિયાની નોટ મૂકી રહ્યા છે.
“તુમ મુજે યુ ભુલાના પાઓગે, જબ સુનોગે યે ગીત મેરે સંગ સંગ તુમ ગુનગુનાઓગે”…મોહમ્મદ રફી સાહેબનું આ મશહૂર ગીત સાંભળી તમે એન્જોય કરવા લાગશો. પરંતુ આ ગીતને વિદ્યાર્થી ઉત્તરવહીમાં સવાલના જવાબમાં લખે તો તમને પણ નવાઈ લાગશે. હકીકતમાં તાજેતરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીએ પોતાની ઉત્તરવહી ચેક થઈ રહી છે. જેમા કેટલાક સવાલોના એવા જવાબ મળી રહ્યા છે જે ઉત્તરવહી ચેક કરનારા શિક્ષકોને પણ હસાવી રહ્યા છે. પરંતુ આવા જવાબ લખનારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
વિદ્યાર્થીએ જણાવ્યું કે હું આવું એટલા માટે લખું છું મારે 30 મિનિટ પહેલા જ ક્લાસની બહાર જવું છે. મને કશું નથી આવડતું એટલે જ મારે પ્રેમ વિશે લખવું પડ્યું છે આને મારી મજબૂરી સમજીને મને પાસ કરી દેજો. ઘણીવાર બાળક પોતાની ઉત્તરવહીમાં મજાક-મજાકમાં ઘણું બધું લખતા હોય છે પરંતુ આ કિસ્સો યુનિવર્સિટીના વિદ્યાર્થીનો છે. જેને પોતાની ઉત્તરવહીમાં લખ્યું છે કે. જેમાં પ્રેમ ની વાતો સાથે ખૂબ જ અભદ્ર શબ્દો નો ઉપયોગ કર્યો અને ત્યારબાદ પોતાની પાસ કરી દેવાની વિનંતી પણ કરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓએ હવે પરીક્ષામાં પાસ થવા માટે અલગ અલગ રીતે વાતો લખતા થયા છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તરવહીમાં મોહમ્મદ રફીના ગીતો શાયરીઓ લખી છે. તો કેટલાકે ઉત્તરવહી ચેક કરનાર પ્રોફેસરોને ઉત્તરવહીમાં પૈસા મૂકીને લાંચ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જોકે આ બાબત બહાર આવ્યા બાદ ફેક્ટ કમિટી દ્વારા વિદ્યાર્થીઓ પર કોઈ પગલાં ભરવામાં હજુ આવ્યા નથી. આ બાબતોમાં સપ્ત સજા ના હોવાના કારણે વિદ્યાર્થીઓને હવે ઉત્તરવહીમાં બાબતો લખવાનું કે નકલ કરવાનો છૂટો દોર મળી ગયો છે. આ અંગે માહિતી આપતા સિન્ડિકેટ સભ્ય કિરણભાઈ ગોગારી કહે છે કે” આવા ઘણા બધા કિસ્સાઓ પરીક્ષા દરમિયાન બનતા જ હોય છે. પરીક્ષામાં થતી ગેરરીતિ માટે સજા આપવા એક ફેક્ટ કમિટી બનાવવામાં આવી હોય છે.
આ ફેકટ કમિટીમાં દરેક ગેરરીતિ માટે સજાની જોગવાઈ છે. પરંતુ આવી પ્રેમભરી વાતો અથવા ગીતો લખવા માટે કોઈ સજા ની જોગવાઈ નથી. તેથી જ્યારે પ્રોફેસર દ્વારા અમને આ માહિતી મોકલવામાં આવી ત્યારે અમે પાછી કમિટી ને રીફર બેક કરી હતી અનેે તેના પર વિચારણા કરીને ને તેઓ જે નક્કી કરે તે સિન્ડિકેટમાં મોકલી આપે અને ત્યારબાદ સિન્ડિકેટ એના પર નિર્ણય લઇ શકશે.અને આ બાબત માં વિદ્યાર્થીઓ ની માનસિક સ્થિતિ પણ જાણવામાં આવે તેવું ઓણ જણાવામાં આવ્યું છે.
ક્લાસમાં ટીચર પણ ભણાવતા નથી, હું શું કરું
એક વિદ્યાર્થી પોતાની ઉત્તરવહીમાં લખ્યું હતું કે હું શું કરું મને કંઈ જ નથી આવડતું, ક્લાસમાં ટીચર પણ ભણાવતા નથી. ઉત્તરવહી જમા કરાવું છું, તે છતાં પણ તેઓ લઈ નથી રહ્યા. હું ટાઇમપાસ કરી રહ્યો છું અને ગપ્પા મારી રહ્યો છું. સર ભણાવતા પણ નથી. હું પાસ નહિ થવું. આ વાંચીને તમને ગુસ્સો આવશે. સર અમને બાર પણ જવા નથી દેતા.
વિદ્યાર્થીએ પરીક્ષકને લાંચ આપવાના પ્રયાસ કર્યા
એક વિદ્યાર્થી પરીક્ષકને લાંચ આપવાની પણ કોશિશ કરી હતી. એ વિદ્યાર્થીએ પોતાને પાસ કરવા માટે ઉત્તરવહીમાં 2000ની નોટ નાખીને મોકલી આપી હતી. જ્યારે પરીક્ષક ઉત્તરવહી ચેક કરવા માટે બેઠા હતા ત્યારે તેમને આ નોટ મળી હતી, તો બીજી તરફ એક છાત્રએ સો રૂપિયાની નોટ ઉત્તરવહીમાં નાખી હતી. ફેક્ટ કમિટી આ જાણકારી સિન્ડીકેટને આપી હતી. સિન્ડિકેટ દ્વારા આને રીફર બેક કરવામાં આવી હતી આમાં શુ સજા કરી શકાય તે નક્કી કર્યા બાદ સિન્ડિકેટ પગલાં લેશે.