મુક્તિનાશ ધામ હિન્દુઓના મહત્વપૂર્ણ મંદિરોમાંથી એક માનવામાં આવે છે. આ મંદિર નેપાળના મસ્તાંગ જિલ્લાના શોરંગ લા પહાડીઓની વચ્ચે આવેલું છે. જે બધા પાપોનો નાશ કરનાર તીર્થ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન વિષ્ણુને પણ જલંધર દૈત્યની પત્ની વૃંદાના શ્રાપથી મુક્તિ મળી હતી. કથાઓ પ્રમાણે મુક્તિક્ષેત્ર એ જ જગ્યા છે જ્યાં મોક્ષ પ્રાપ્તિ થાય છે. અહીં ભગવાન વિષ્ણુ શાલિગ્રામ શીલામાં નિવાસ કરે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ સ્થાન ગંડકી નદીની પાસે જ છે. હિન્દુ જ નહીં આ મંદિર પર બૌદ્ધ ધર્મના લોકોને પણ આસ્થા છે.
12300 ફીટની ઊંચાઈ પર મંદિર આવેલું છે-
અનેક હિન્દુ ગ્રંથોમાં મુક્તિનાથ ધામનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ નેપાળના મસ્તાંગ જિલ્લાના શેરાંગ લા પહાડીઓની વચ્ચે 3750 મીટર અર્થાત્ 12300 ફીટની ઊંચાઈ પર આવેલું છે. આ મંદિર પગોડા શૈલીમાં બનેલું છે. મુક્તિનાથ ક્ષેત્ર પંચતત્વોથી યુક્ત છે. અહીં પૃથ્વી, જળ, આકાશ અને વાયુની સાથે જ પ્રાકૃતિક રીતે પ્રગટતી અગ્નિ પણ મોજુદ છે. એટલા માટે આ જગ્યાને સિદ્ધ સ્થાન માનવામાં આવે છે. 1815માં નેપાળની મહારાણી સુવર્ણપ્રભાએ મુક્તિનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.
બ્રહ્માજીના યજ્ઞથી મુક્તિક્ષેત્ર બન્યું છે-
પુરાણોમાં બતાવ્યા પ્રમાણે પૃથ્વી 7 ભાગો અને 4 ક્ષેત્રોમાં વહેંચાયેલી છે. આ ચાર વિસ્તારોમાં મુખ્ય મુક્તિક્ષેત્ર છે, આ ક્ષેત્ર સાથે જોડાયેલી કથા પણ છે કે શાલિગ્રામ પર્વત અને દામોદર કુંડની વચ્ચે બ્રહ્માજીએ મુક્તિક્ષેત્રમાં યજ્ઞ કર્યો હતો. જેના પ્રભાવથી ભગવાન શિવ અગ્નિ જવાળા રૂપમાં અને નારાયણ જળ રૂપમાં ઉત્પન્ન થયા હતાં. તેને લીધે જ આ વિસ્તારને પાપોનો નાશ કરનાર મુક્તિક્ષેત્ર કહેવાયું છે.
પંચતત્વ અને ત્રિશક્તિનું પ્રતિક છે-
મુક્તિનાથ પરિસરના દક્ષિણી ખૂણામાં, મેબર લખાંગ ગોસ્પા નામની જગ્યા છે. જેને સાલમેમ્બર ડોલમ્બાર ગોસ્પા કે જ્વાલા માઈ મંદિર પણ કહેવામાં આવે છે. અહીં પ્રાકૃતિક ગેસથી લગાતાર અગ્નિ પ્રગટી રહી છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે આ એ જ જગ્યા છે જ્યાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતો. આ અગ્નિની સાથે જ જળની ધારા પણ વહી રહી છે અર્થાત્ પાણી અને અગ્નિનો સંયોગ ખૂબ જ દુર્લભ છે. એટલા માટે આ જગ્યાએ ત્રિશક્તિ અને પંચતત્વનો સુમેળ છે.
મંદિરનું મહત્વ-
પૌરાણિક કથાઓમાં જણાવ્યા પ્રમાણે જલંધર દૈત્યના મૃત્યુ માટે વિષ્ણુએ તેની પત્ની વૃંદાનું સતીત્વ ભંગ કર્યું હતું. વૃંદાએ વિષ્ણુને પત્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અહીં શાલિગ્રામના રૂપમાં રહ્યા અને તેમને શ્રાપથી મુક્તિ મળી. એટલા માટે આ જગ્યાને મુક્તિધામના રૂપમાં પ્રસિદ્ધિ મળી છે. તેની સાથે જ અહીં બૌદ્ધ મઠ પણ હોવાથી આ બૌદ્ધધર્મના અનુયાયિઓ માટે પણ મહત્વપૂર્ણ તીર્થ માનવામાં આવે છે.
મુક્તિનાથ ક્ષેત્રનું મંદિર-
મુક્તિનાથ ક્ષેત્રમાં શાલિગ્રામ સિવાય એક બીજું પણ હિન્દુ મંદિર ચે, જે શિવ મંદિર છે. તેમાં શિવજી અને માતા પાર્વતીની મૂર્તિઓ છે. તે ચાર નાના મંદિરોથી ઘેરાયેલું છે. તેની સામે જ દક્ષિણઆવર્ત બ્રહ્માંડના સંરક્ષક વિષ્ણુનું મંદિર ચે. શિવજીના મંદિરની પાછલ શ્રીરામ મંદિર છે. એ પણ વિષ્ણુજીનો જ સાતમો અવતાર ચે. તેની પાસે જ શ્રીકૃષ્ણ મંદિર છે જે વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. તો છેલ્લે ગણએશનું મંદિર છે જે ભઘવાન શિવ અને પાર્વતીના પુત્ર છે અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે.
મંદિરની સામે મુક્તિકુંડ બન્યો છે-
મુક્તિધામની પાસે જ ગંડકી નદી અને દામોદર કુંડની ધારા જ્યાં મળે છે, તેને કાકવેણી કહે છે. એવી માન્યતા છે કે અહીં શ્રાદ્ધ તર્પણ કરવાથી વ્યક્તિની 21 પેઢીઓને મુક્તિ મળી જાય છે. શ્રીમદભાગવત પુરાણમાં ધુંધકારીની કથા જોવા મળે છે, જેને અહીં શ્રાદ્ધ કરીને પોતાની 21 પેઢીઓને મુક્તિ અપાવી અને પોતાને પણ મુક્ત થઈને સ્વર્ગમાં ગયો હતો.