ટીવીનો સૌથી ધમાકેદાર અને વિવાદિત શો બિગ બોસ 13 લોકોનું ખૂબ મનોરંજન કરી રહ્યો છે. શોમાં થનારા ટાસ્ક અથવા હલનચલન દર્શકોનું મનોરંજન કરે છે સાથે સાથે લોકોને ખૂબ હસાવે છે. પરંતુ તાજેતરમાં બિગ બોસની એક્સ કંટેસ્ટેંટ અને એક્ટ્રેસ રાખી સાવંતે શોના કેટલાક સભ્યો પર ભડકી હતી.
એટલું જ નહીં, તેણે શહનાજ ગિલ, શેફાલી જરીવાલા અને હિમાંશી ખુરાના સામે ફરિયાદ દાખલ કરાવાની વાત કરી છે. એક ટાસ્ક દરમિયાન શહનાજ ગિલનો વ્યવહાર જોઈને કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાને તેણે પંજાબની રાખી સાવંત કહ્યું હતું, જેને સાંભળીને રાખી સાવંત ભડકી હતી. રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી શેફાલી જરીવાલા અને શહનાજ ગિલ પર ગુસ્સો ઉતાર્યો છે.
તેણે વીડિયોમાં કહ્યું, ‘તમે લોકો મને શું સમજો છો. મેં શેફાલી જરીવાલા અને શહેનાજ ગિલ જેવા કંટેસ્ટેંટ સામે ફરિયાદ કરી છે. હું એટલી બિઝી રહું છું અને તમે બિગ બોસમાં મારું નામ ખરાબ કરો છો. તમને લોકોને શરમ નથી આવતી. સલમાન ખાન, આ લોકો બિગ બોસમાં મારું નામ ખરાબ કરી રહ્યા છે.’
તેની બીજા વીડિયોમાં રાખી સાવંતે કહ્યું, આ લોકો હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છે. શરમ નથી આવતી મને આટલી ટ્રોલ કરતાં. રાખીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં ઘણી ભડકેલી જોવા મળે છે. થોડા દિવસ પહેલા બિગ બોસ 13માં રશ્મી દેસાઈ અને સિદ્ધાર્થ શુકલા, અરહાન ખાનની વચ્ચે ઝઘડો થયો હતો.